ધોરાજી : ઈકો કાર પલટી ખાઈ જતા દંપતીનું કમાકમાટીભર્યું મોત, 4 ઈજાગ્રસ્ત
અમદાવાદ ખાતે રહેતા પ્રવીણભાઈ રાજાભાઈ લગધીર (ઉંમર વર્ષ 32 વર્ષ) તથા તેમના પત્ની ગીતાબેન પ્રવીણભાઈ લગધીર (ઉંમર વર્ષ ૩૦)ની ગંભીર ઈજા થતાં તેઓને ધોરાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માતમાં અન્ય ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જેમા મંજુબેન કિરીટભાઈ જોશી, કિરીટભાઈ દેવજીભાઈ જોશી, પ્રિયાબેન રામજીભાઈ લગધીર અને મગનભાઈ કેશુભાઈ જોળ ઈજાગ્રસ્ત બન્યા છે. આ તમામ લોકો પણ અમદાવાદના રહેવાસી છે. તમામ લોકોને ગંભીર ઇજાઓ થતાં તેોને જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રિફર કર્યા હતા.
આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે વધુ આગળ તપાસ ધરી છે.