ભોજનમાં ઉતર્યો દેશભક્તિનો રંગ, પિરસ્યું ત્રિરંગી ભોજન
ભારતમાં વિવિધ જાતિ, ધર્મ. સમુદાય, ભાષાને બોલી ધરાવતા લોકો વસતા હોવા છતાં તે સંગઠીત છે. આહાર અને લોક સંગીત સદીઓથી એક બીજાને જોડતી સામાન્ય કડી બની રહી છે.
72માં સ્વાતંત્ર્ય દિને આપણા દેશની આ નોંધપાત્ર ભાવના તથા તેના ભોજન માટેના પ્રેમની ઉજવણી માટે કોર્ટયાર્ડ મેરીયોટ્ટ, અમદાવાદની મોમો કાફેએ તેના ગ્રાહકોને દેશભરની વાનગીઓ રજૂ કરીને સ્વાદિષ્ટ ત્રિરંગી ભોજન પિરસીને એકતાની સબળ ભાવના દર્શાવી હતી.
આ પ્રસંગે ભોજનના ચાહકોને સ્વાદિષ્ટ વાનગીઓ પિરસવામાં આવી હતી.
જેમાં ત્રણ રંગનો ત્રિરંગી પુલાવ, સ્વાદિષ્ટ પંજાબી પાલક પનીર અને રાજસ્થાની દાલ પંચમેલ, કોલ્હાપુરી મિક્સ્ડ શાકભાજી, સાહી આલુ કોરમા, નવાબી લેમ્બ નિહારી જેવી વાનગીઓ પિરસવામાં આવી હતી.
15મી ઓગસ્ટે ત્રિરંગી ભોજન ડીઝાઈન કરવામાં આવ્યું હતું.
ભોજનમાં દેશભક્તિનો રંગ ઉતારીને ભોજન પીરસવામાં આવ્યું હતું.
શહેરમાં વધતા જતા કોસ્મોપોલિટન કલ્ચર અને નવી ફલેવર માટેના પ્રેમને ધ્યાનમાં રાખીને ખાસ પ્રાદેશિક મેનુ શેફ અનિરુધ લિમયે દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યું હતું.
ભારતમાં વિવિધ જાતિ, ધર્મ. સમુદાય, ભાષાને બોલી ધરાવતા લોકો વસતા હોવા છતાં તે સંગઠીત છે. આહાર અને લોક સંગીત સદીઓથી એક બીજાને જોડતી સામાન્ય કડી બની રહી છે.