જમ્મૂ-કાશ્મીરના નિર્ણય પર ગુજરાતીઓમાં ખુશીનો માહોલ, જાણો ક્યાં કેવું સેલિબ્રેશન
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે આર્ટિકલ 35એ હટાવ્યાં બાદ સરકાર તરફથી સુરક્ષા મુદ્દે એક મોટું પગલું લેવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને દેશના અન્ય ભાગોમાંથી 8000 અર્ધસૈનિક દળોના જવાનોને વિમાનો દ્વારા જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં સુરક્ષાદળોની તહેનાતી સતત થઈ રહી છે.
કેન્દ્ર સરકારના જમ્મુ-કશ્મીરના નિર્ણયને જામનગરવાસીઓએ આવકાર્યો. જામજોધપુરમાં શહેરીજનો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 હટાવાતા ઠેર ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જમ્મૂ-કાશ્મીરમાં 370 હટાવવાના મામલે પાટણના હારીજમા જશ્નનો માહોલ જોવા મળ્યો. હારીજ ખાતે ફટાકડા ફોડી આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી. ભાજપના કાર્યકરોએ સુત્રોચાર કરી ઐતીહાસિક નિર્ણયને વધાવ્યો.
જમ્મુ અને કાશ્મીર માથી કલમ 370 અને 35-A હટાવટા બીજેપી દ્વારા આતશબાજી કરી વિજય ઉત્સવ મનાયો. દાહોદ અને ઝાલોદ ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા નગરપાલીકા ચોક ખાતે ફટાકડા ફોડી મીઠાઇ વહેંચી મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવ્યા.
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર માટે લેવાયેલા ઐતિહાસક નિર્ણયનો મોરબીવાસીઓએ આવકાર્યો છે. કલમ ૩૫-A અને 370 રદ કરવામાં આવતા હળવદમાં આતીશબાજી કરીને લોકોના મોં મીઠું કરાવ્યા. સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ ઉજવણીમાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા.
જમ્મૂ-કાશ્મીરમાં 370ની કલમ રદ કરવામાં આવતા ગઢડા ચાર રસ્તા પર ભાજપના કાર્યકરોએ આતશબાજી કરી ભારત માતાની જય બોલાવી.
ભરૂચના મકતમપુર ગામના રહીશોએ 370ની કલમ હટાવવાના મુદ્દે ફટાકડા ફોડી ઉજવણી કરી છે. ત્યારે સ્થાનિકો મોટી સંખ્યામાં હાજાર રહી સૂત્રોચ્ચાર કરી કાશ્મીર હમારા હૈ અને વંદે માતરમના નારા લગાવ્યા છે.
આર્ટિકલ 370 હટાવવામાં આવતા વડોદરાવાસીઓમાં પૂરની સ્થિતિ વચ્ચે પણ જશ્નનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા ઉજવણી કરવામાં આવી છે.
370 ધારા હેઠળ નિર્ણય લેવા બદલ રંગીલા રાજકોટ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. શહેરના સામાં કાઠા વિસ્તારમાં ભાજપના કાર્યકરતા તેમજ પૂર્વ કોર્પરેટરે ફટાકડા ફોડી કરી ઉજવણી કરી છે. તો શહેરના યુવાનો દ્વારા ફટાકડા ફોડી સરકારના ઔતિહાસિક નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ ગોંડલના જેલચોક ખાતે લોકોએ રાષ્ટ્રધ્વજ સાથે રાખીને રસ્તા પર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયને લઇને પોરબંદરના રાણાવાવમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઇ છે. તેમજ રાણાવાવ ચેમ્બર અને સોની વેપારીઓ દ્વારા ફટાકડા ફોડી મોદી સરકારના આ નિર્ણયને આવકારાયો છે.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટતા સુરતીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરીજનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. સાથે સાથે મોદી સરકારનો આભાર માન્યો અને કહ્યું આઝાદી બાદ સૌથી મોટો નિર્ણય લેવાયો છે.
રાજ્યસભામાં જમ્મૂ કાશ્મીર પર લેવાયેલા નિર્ણયને લઇને અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં સ્થાનિકો દ્વારા આ નિર્ણયને વધાવવામાં આવ્યો અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મોડાસામાં જમ્મૂ કાશ્મીરના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો તેમણે એકબીજાને મિઠાઇ ખવડાવીને ઉજવણી કરી છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં જમ્મૂ-કાશ્મીર મુદ્દા પર નિર્ણન આવતા જ ભાજપ કાર્યકર્તાઓ સાથે સ્થાનિક લોકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સાથે સાથે બેનરો અને ધ્વજ સાથે પીએમ મોદી સરકારના તેમજ ધ્વજ સાથે રસ્તા પર બેનરો સાથે પીએમ મોદી સરકાર અને અમિત શાહને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.