ભાજપની જીતનો જશ્ન ભારતમાં જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ જોવા મળ્યો,જુઓ PHOTOs

Tue, 12 Dec 2023-11:03 pm,

ત્રણ રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીતને લઈ વિદેશના લોકોએ પણ પ્રશંસા કરી હતી. આ દરમ્યાન ત્યના લોકોએ એ પણ જણાવ્યુ કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં પણ આપણા અમેરિકાના 'મોર્નિંગ કન્સલ્ટ' ના સર્વે રિપોર્ટમાં પણ 76 ટકા એપ્રુઅલ રેટિંગ સાથે પીએમ મોદી વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા જાહેર થયા છે. જે આપના સૌ માટે ગૌરવની બાબત છે.  

હાલ યોજાયેલ ચૂંટણીમાં મોદી ગેરંટી શબ્દ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે અને હવે તે ભાજપના પ્રચાર અભિયાનનો પણ મુખ્ય આધાર બની ગયો છે. હાલમાં જ યોજાયેલ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને રાજસ્થાન મધયપ્રદેશ અને છત્તિસગઢમાં અભૂતપૂર્વ જીત એ PM મોદીની રેકોર્ડ લોકપ્રિયતાનું પરિણામ છે.

આ અગાઉ ગયા વર્ષે ગુજરાત વિધાનસભામાં પણ 156 બેઠકોમાં જીત એ ઐતિહાસિક ઘટના બની રહી છે. ભારતીય રાજકારણમાં મોદીનો શાસનકાળ મોદી યુગ તરીકે પ્રસિદ્ધ થશે.

ખાસ કરીને ભારતીય રાજકારણમાં જ્ઞાતિ જાતિના રાજકારણને બાજુ ઉપર રાખીને વિકસિત ભારતની વિચારધારા સાથે વિકાસની રાજનીતિની શરૂઆત કરી.

આજે સમગ્ર વિશ્વના રાજકારણમાં 'modi the boss' નો સિક્કો ચાલી રહ્યો છે. આગામી 2024 ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદી ગેરંટી નો કરંટ વિપક્ષને હચમચાવી રહ્યો છે.

મોદીનું નામ ચોક્કસ પણે આજે વિશ્વ ફલક પર છે ત્યારે આ વાતની ઉજવણી ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થઈ રહી છે. લોસ એંજલસમાં આ વાતને લઈ ભારતીય મૂળના લોકો ભેગા થયા હતા. જેમાં ખાસ કરીને ઈન્ડો અમેરિકનના કલ્ચર સોસાયટીના પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે રહી ચૂકેલા યોગી પટેલ જોડાયા હતા. 

સાથે આર્ટેશિયા ચેમ્બરના સ્થાપક અને સેરીટોસ કોલેજ ફાઉન્ડેશનના અધ્યક્ષ પરિમલ શાહ હજાર રહ્યા હતા. BJP પશ્ચિમ ઝોનના પ્રમુખના વિદેશી મિત્ર પી.કે.નાયક આપણ આ કાર્યક્ર્મમમાં ખાસ હજાર રહ્યા હતા.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link