Celebs Birthday Today: આજે ફિલ્મી દુનિયાના આ સિતારાઓનો જન્મદિવસ, એકને તો કરોડો ચાહકો કરી રહ્યાં છે મિસ...

Tue, 23 Aug 2022-12:30 pm,

રિયાલિટી શો હોય, ફિલ્મો હોય કે ઓટીટી પ્લેટફોર્મ દરેક જગ્યાએ પોતાની અદાઓના કામણ પાથરનારી ગૌહર ખાનનો આજે જન્મદિવસ છે.મોડેલિંગથી કરિયરની શરૂઆત કરનાર ગૌહર ખાન ચાહકોની માનીતી છે.  

ગુજરાતની શાન અને  બોલીવુડની જાન ભૂમિ ત્રિવેદીનો પણ આજે જન્મદિવસ છે. બોલીવુડમાં ગીતો ગાઈને પોતાની ઓળખ બનાવનાર ભૂમિ ત્રિવેદી સૌની માનીતી છે. ખાસ કરીને તેના સ્ટેજ શોઝને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

(તસવીર સૌજન્યઃ Instagram)

આ પહેલો એવો જન્મદિવસ છે જ્યારે કેકે તેમના ચાહકો વચ્ચે આ દુનિયામાં નથી. 31 મેના દિવસે અચાનક જ કેકેનું નિધન થયું છે, જેને ચાહકો આજ સુધી પચાવી નથી શક્યા. પોતાના ગીતોથી કેકે ચાહકો વચ્ચે આજે પણ અમર થઈ ગયા છે. જેમને ચાહકો ખૂબ જ મિસ કરી રહ્યા છે.

આ નામથી તો કોણ અજાણ હોય? ટ્રેજેડી કિંગનો જિંદગીના દરેક પડાવ પર સાથ દેનાર સાયરા બાનુનો આજે જન્મદિવસ છે. આજે પણ તેઓ તેમના સાહેબની યાદોના સહારે જીવી રહ્યા છે. હિંદી સિનેમામાં યાદગાર પર્ફોમન્સ આપનાર સાયરા બાનુને આજે પણ ચાહકો એટલા જ ચાહે છે.

નશા જેવી ચડી જતી બોલીવુડની બોલ્ડ બાળા વાણી કપૂરનો આજે જન્મદિવસ છે. વાણી તેની અદાઓ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તેના 6 મિલિયન ફોલોર્સ છે. છેલ્લે વાણી રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેરામાં દમદાર રોલમાં જોવા મળી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link