Photos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી `અનુપમા` સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?
ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી હાલ ખુબ ચર્ચામાં છે. રૂપાલીએ હાલમાં જ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ફેન્સ તેના આ પગલાને લઈને ખુશ છે. કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છેકે રૂપાલી ગાંગુલી હવે ટીવી શો અનુપમા છોડી દેશે. પરંતુ હજુ સુધી રૂપાલીએ આ અંગે કશું કહ્યું નથી. અત્રે જણાવવાનું કે અનેક કલાકારોએ અનુપમા છોડી દીધી હતી. જાણો તેમના વિશે.
ટીવી શો અનુપમાને અલમા હુસૈને રાતોરાત છોડી દીધો હતો. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના પાત્ર વિશે પહેલા ઘણું બધુ નક્કી કરાયું હતું પરંતુ બાદમાં બધી ચીજો મિક્સ થઈ ગઈ હતી. સિરિયલમાં અલમાએ સારાનું પાત્ર ભજવ્યું હતું.
અનુપમામાં અનેરી વજાણીએ રાતો રાત ટાટા બાય બાય કરી દીધુ હતું. તેના આ નિર્ણયથી ફેન્સ દંગ રહી ગયા હતા. તેણે સિરિયલમાં અનુજ કાપડિયાની બહેન માલવિકાનું પાત્ર ભજવ્યું હતું.
આ યાદીમાં ટીવી અભિનેત્રી અનઘા ભોસલેનું પણ નામ છે. જેણે સિરિયલમાં નંદીનીનું પાત્ર ભજવ્યું હતું. આધ્યાત્મના રસ્તે જવા માટે તેણે સિરિયલ છોડી હોવાનું કહેવાય છે.
અનુપમામાં ટીવી અભિનેતા પારસ કલનાવતે અનુપમાના પુત્ર સમર શાહનું પાત્ર ભજવ્યું હતું. જેને દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો. જો કે બાદમાં પારસ આ સિરિયલથી અલગ થઈ ગયો.
બોલીવુડથી લઈને ટીવીમાં ધમાલ મચાવનારા અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીએ અનુપમામાં ડોક્ટર અદ્વેતનો રોલ ભજવ્યો હતો. જો કે પછી તેઓ શોથી અલગ થઈ ગયા હતા.
પાયલ નાયરે અનુપમામાં પ્રિન્સિપાલ મેડમની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ અભિનેત્રીએ અનુપમા શોને અલવિદા કરી હતી.
આ યાદીમાં ટીવી અભિનેતા મેહુલ નિસારનું નામ પણ છે. તેણે આ શોમાં અનુપમાના ભાઈ એટલે કે ભાવેશની ભૂમિકા ભજવી છે. હવે જો કે શોથી અલગ થઈ ગયા છે.
અનુપમામાં પારસ બાદ અભિનેતા સાગર પારેખે સમર શાહની ભૂમિકા ભજવી હતી. હાલમાં જ સાગરે આ શોને અલવિદા કરી હતી.
ટીવી અભિનેત્રી મુસ્કાન બામનેએ પણ અનુપમા સિરિયલમાં 3 વર્ષ સુધી કામ કર્યું. જો કે પછી શોથી અલગ થઈ ગઈ. તેણે શોમાં અનુપમાની પુત્રી પાંખીની ભૂમિકા ભજવી હતી. હવે તેની જગ્યાએ ટીવી અભિનેત્રી ચાંદની ભગવાનાની આ ભૂમિકા ભજવી રહી છે.
ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી અનુપમાની જાન છે. રૂપાલીએ જો કે હવે રાજકારણમાં ડગ માંડ્યા છે. ત્યારે લોકોનું માનવું છે કે રૂપાલી ગાંગુલી ટીવી શો અનુપમા છોડી શકે છે.