7th Pay Commission: DAમાં વધારાની જાહેરાતની સાથે પગારમાં થશે વધારો, 1 જુલાઈથી મળશે ફાયદો
કોરોનાના કારણે જાન્યુઆરી 2020થી જુલાઈ 2020 (3 ટકા) અને જુલાઈથી ડિસેમ્બર 2020 (4 ટકા) મોંધવારી મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળ્યું નથી. હવે જાન્યુઆરીથી જુલાઈ 2021ના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરાઈ છે જે 4 ટકા થઈ શકે છે. કુલ 17 ટકા DA અત્યારે મળી રહ્યું છે અને (3+4+4) ને ઉમેરીને 28 ટકા DA થઈ શકે છે.
DAના વધારાથી તમારી સેલરી સ્લીપ બદલાઈ જશે. નિયમો પ્રમાણે મૂળ પગારના હિસાબથી જ PF અને ગ્રેજ્યુટી કપાય છે. નવા વેજકોડ અનુસાર CTCમાં મૂળ પગાર 50 ટકાથી ઓછો ના હોવો જોઈએ.
DAમાં વધારો થશે જેનો લાભ પેન્શનરોને પણ મળશે. DA 28 ટકા થવા પર મોંઘવારી ભથ્થામાં ખૂબ સારો વધારો થઈ જશે. DA અંતર્ગત જો કોઈ પેન્શનરને 10 હજાર રૂપિયા મળે છે તો તે આંકડો 16 હજાર સુધી પહોંચી જશે.
નવા નાણાંકીય વર્ષની શરૂઆતની સાથે નવો શ્રમ (New Wage Code 2021) કાયદો લાગુ પડશે. નવા શ્રમ કાયદો સંસદમાં પાસ થઈ શકે છે. આ કાયદાને મોદી સરકાર 1 એપ્રિલથી લાગુ કરશે