Water on Moon: પૃથ્વીના લીધે ચંદ્ર પર બની રહ્યું છે પાણી? ભારતના આ મિશનથી વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

Sat, 16 Sep 2023-10:54 am,

નેચર એસ્ટ્રોનોમી મેગેઝિનમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રોન સંભવતઃ ચંદ્ર પર પાણી બનાવવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચંદ્ર પર પાણીની સાંદ્રતા જાણવા તેના વિકાસને સમજવા માટે જરૂરી છે. આ ઉપરાંત, ભવિષ્યમાં માનવ સંશોધન માટે જળ સંસાધનો પ્રદાન કરવા માટે પણ તે મહત્વપૂર્ણ છે.

ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણીના કણોની શોધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2008માં શરૂ કરાયેલું આ મિશન ભારતનું પ્રથમ ચંદ્ર મિશન હતું. UH Manoa School of Ocean ના સહાયક સંશોધક શુઆઈ લીએ કહ્યું કે, ચંદ્રની સપાટી પર પાણીની રચનાની પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે આ એક નેચરલ લેબોરેટરી છે.

લીએ કહ્યું, 'જ્યારે ચંદ્ર મેગ્નેટોટેલની બહાર હોય છે, ત્યારે ચંદ્રની સપાટી પર સૌર પવનનું દબાણ હોય છે. મેગ્નેટોટેલની અંદર, ત્યાં લગભગ કોઈ સૌર પવન પ્રોટોન નથી અને લગભગ કોઈ પાણીની રચનાની અપેક્ષા નહોતી. મેગ્નેટોટેલ એ એવો પ્રદેશ છે જે ચંદ્રને સૌર પવનથી લગભગ સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે, પરંતુ સૂર્યપ્રકાશના ફોટોનથી નહીં.

શુઆઈ લી અને તેમના સાથે સામેલ સહ-લેખકોએ 2008 અને 2009 ની વચ્ચે ભારતના ચંદ્રયાન 1 મિશન પર ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર, મૂન મિનરોલોજી મેપર ડિવાઇસ દ્વારા એકત્ર કરાયેલ રિમોટ સેન્સિંગ ડેટાનું વિશ્લેષણ કર્યું. લીએ કહ્યું, મને આશ્ચર્ય થયું કે રિમોટ સેન્સિંગ અવલોકનો દર્શાવે છે કે પૃથ્વીના મેગ્નેટોટેલમાં પાણીની રચના લગભગ સમાન છે જ્યારે ચંદ્ર પૃથ્વીની મેગ્નેટોટેલની બહાર હતો.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા ચંદ્રયાન 1 ને ઓક્ટોબર 2008 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, અને ઓગસ્ટ 2009 સુધી કાર્યરત હતું. આ મિશનમાં ઓર્બિટર અને ઈમ્પેક્ટરનો સમાવેશ થતો હતો.

ગયા મહિને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત એ સ્થાને પહોંચી ગયું છે જ્યાં પહેલા કોઈ દેશ નથી પહોંચ્યો. અંતરિક્ષ અભિયાનમાં મોટી છલાંગ લગાવતા, ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 23 ઓગસ્ટની સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, જેનાથી ચંદ્રના આ ક્ષેત્રમાં ઉતરાણ કરનાર દેશ વિશ્વનો પ્રથમ અને પહેલો અનેચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર દુનિયાનો ચોથો દેશ બની ગયો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link