Chandrayaan 3 ના લેન્ડિંગ પહેલા ઈસરોમાં આવો છે માહોલ, જુઓ સેન્ટરની ઇનસાઇડ તસવીરો
23 ઓગસ્ટ ઈસરો માટે ખાસ રહેવાનો છે. તેની પાછળ કારણ પણ છે. વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાનું છે. આ પહેલા ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકો દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યાં છે.
ઈસરોના વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે વર્ષો સુધી ચાલેલી મહેનતનું અંતિમ પરિણામ આવવાનું છે. ઈસરોનું કહેવું છે કે અત્યાર સુધી દરેક તબક્કામાં જે રીતે સફળતા મળી છે તેનાથી સ્પષ્ટ છે કે અમે અંતિમ પડકાર પાર કરવામાં સફળ થઈશું.
14 જુલાઈએ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન 3નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 39 દિવસની સફરમાં ચંદ્રયાન સંબંધિત જેટલા તબક્કા હતા તેને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યા. વિક્રમ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટીથી આશરે 100 કિમીની ઉંચાઈ પર હતું તે સમયે જૂના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થયો હતો.
ભારતનું ચંદ્રયાન-3 મિશન અમેરિકા, રશિયા અને ચીનના મિશન કરતા એટલા માટે અલગ છે કારણ કે તેમાંથી કોઈ દેશે સાઉથ પોલ પર લેન્ડિંગ કર્યું નથી.
ભારતનું આ ત્રીજુ મૂન મિશન છે. પ્રથમ મૂન મિશનનો ઈરાદો દૂરથી ચંદ્રને સમજવાનો હતો. બીજુ મૂન મિશન ેટલે કે ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર પહોંચવામાં સફળ તો રહ્યું પરંતુ વિક્રમ 3 લેન્ડરની હાઈ લેન્ડિંગ થઈ હતી.
ભારતના મૂન મિશન પર ઈન્ટરનેશનલ મીડિયા તરફથી પણ રિએક્શન આવ્યું છે. વિદેશી મીડિયામાં જણાવવામાં આવી રહ્યું છે કે આ મિશન ન માત્ર ભારત માટે પરંતુ વૈશ્વિક વસ્તી માટે પણ મહત્વનું છે.