Soft Landing: જાણો શું હોય છે સોફ્ટ લેન્ડિંગ, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરતા જ રચશે ઈતિહાસ

Tue, 22 Aug 2023-7:03 pm,

What Is Soft Landing:  ભારતનું ચંદ્રયાન-3 જલદી ચંદ્રની સપાટી પર ઈતિહાસ રચવાનું છે. લેન્ડિંગ માટે 23 ઓગસ્ટ 2023ની સાંજે 6.04 નો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમય પહેલા સપાટીની નજીક પહોંચતા સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સાથે વિક્રમ લેન્ડરનો રફ બ્રેકિંગ ફેઝ શરૂ થઈ જશે. 

આવો જાણીએ કે સોફ્ટ લેન્ડિંગ શું હોય છે અને તેને કઈ રીતે કરવામાં આવશે. આ વચ્ચે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો પહેલા પણ જણાવી ચુક્યું છે કે ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધી રહ્યું છે. આ સુખદ સંકેત આપે છે કે ચંદ્રયાન-3 ના લેન્ડરના ચંદ્રની સપાટી પર ઉતરવાની પ્રક્રિયા નક્કી સમય પ્રમાણે ચાલી રહી છે.   

શું હોય છે સોફ્ટ લેન્ડિંગઃ  હકીકતમાં, ચંદ્રયાનનું વિક્રમ લેન્ડર ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે અને બુધવારે જ તેનું લેન્ડિંગ શરૂ થશે. લેન્ડર હાલમાં લેન્ડિંગ એરિયાની તસવીરો લઈ રહ્યું છે, જેનો ઈસરો અભ્યાસ કરી રહ્યું છે. સોફ્ટ લેન્ડિંગ એ પ્રક્રિયા છે જ્યારે અવકાશયાનને કોઈ ગ્રહ પર લેન્ડ કરવામાં આવે છે જેથી તેને કોઈ નુકસાન ન થાય. નિષ્ણાતો માને છે કે સોફ્ટ લેન્ડિંગનું સૌથી મોટું ઉદાહરણ પેરાશૂટમાંથી કૂદતો માણસ છે.

તેને આ રીતે પણ સમજી શકાય છે કે જ્યારે વિમાનમાંથી કોઈ વ્યક્તિ કૂદે છે તો પેરાશૂટ તેના વજન અને ગુરૂત્વાકર્ષણની અસરને ઘટાડે છે. પરંતુ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થોડુ અલગ છે કારણ કે ત્યાંનું ગુરૂત્વાકર્ષણ પણ અલગ છે. ચંદ્ર પર ગુરૂત્વાકર્ષણની શક્તિ ધરતીની અપેક્ષાએ 1/6 ઓછી છે. એટલે ત્યાં  પડવાની ગતિ વધી જશે.   

એટલા માટે ચંદ્રયાન-3 સાથે ખાસ ટેક્નોલોજી અપનાવવામાં આવી રહી છે. આ માટે, ચંદ્રયાન-3 હેઠળના તમામ પાંચ એન્જિનને સ્વિચ કરવામાં આવશે, જેથી એન્જિન વિરુદ્ધ દિશામાં દબાણ બનાવીને વિક્રમની ઝડપને ઓછી કરશે. આ સાથે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ધીરે ધીરે ઉતરશે.

જ્યારે વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા સમાપ્ત થશે. ત્યારે વિક્રમ લેન્ડર એક સાઇડથી ખુલશે અને પ્રજ્ઞાન રોવર પણ ચાંદની સપાટી પર જશે. પછી પ્રજ્ઞાન રોવર પોતાનું કામ શરૂ કરશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link