Changes From March 2022: એલપીજીના ભવાથી બેંકિંગ નિયમો સુધી! માર્ચમાં આ મોટા ફેરફાર તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

Tue, 01 Mar 2022-5:51 pm,

સતત વધી રહેલી મોંઘવારીની વચ્ચે અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. નવા દરો આજથી એટલે કે 1 માર્ચથી લાગુ થઈ ગયા છે. અમૂલની માલિકી ધરાવતા ગુજરાતને ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વધારો 1 માર્ચથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે.

IPPB એટલે કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે તેના ડિજિટલ બચત ખાતા માટે ક્લોઝર ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. જો તમારું પણ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં બચત ખાતું છે, તો તમારે પણ આ ચાર્જ ચૂકવવો પડશે. આ માટે તમારે 150 રૂપિયા ઉપરાંત GST ચાર્જ આપવો પડશે. આ નવો નિયમ 5 માર્ચ 2022 થી લાગુ કરવામાં આવશે.

28 ફેબ્રુઆરી પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની છેલ્લી તારીખ હતી. સરકાર દ્વારા આપવામાં આવેલી આ છૂટ 1 માર્ચ એટલે કે આજથી સમાપ્ત થશે. નોંધનીય છે કે પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે, પેન્શનધારકોએ સમયસર તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત છે. સામાન્ય રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ દર વર્ષે 30 નવેમ્બર હોય છે પરંતુ સરકારી પેન્શનધારકોને મોટી રાહત આપતા આ વર્ષે બે વાર તારીખ લંબાવવામાં આવી હતી. જો તમે સમયમર્યાદા પહેલા જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું નથી, તો તમારું પેન્શન બંધ થઈ જશે. તમે ઘરે બેઠા પણ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકો છો. આ માટે તમારે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવું પડશે.

એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે. ગેસ સિલિન્ડરના ભાવની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. તાજેતરના ઘણા મહિનાઓની જેમ આ વખતે પણ સ્થાનિક એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ 1 માર્ચથી એટલે કે આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો થયો છે.

આજથી થઈ રહેલા મોટા ફેરફારોમાં DBS બેંક ઈન્ડિયા લિમિટેડ (DBIL) અને લક્ષ્મી વિલાસ બેંક (LVB) નો IFSC કોડ પણ છે. જૂના IFSC કોડ 28 ફેબ્રુઆરી, 2022 થી બદલવામાં આવ્યા છે. DBS બેંક ઈન્ડિયા લિમિટેડ (DBIL) ને લક્ષ્મી વિલાસ બેંક (LVB) સાથે મર્જ કરવામાં આવી છે જે પછી તમામ શાખાઓના IFSC અને MICR કોડ બદલાઈ ગયા છે. DBIL દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગ્રાહકોએ 1 માર્ચ, 2022 થી NEFT/RTGS/IMPS દ્વારા નાણાંની લેવડ-દેવડ માટે નવા DBS IFSC કોડનો ઉપયોગ કરવો પડશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link