260 વર્ષ જૂના સોનાના રથમાં બેસીને રાજ્યાભિષેક માટે જશે Charles III, જાણો આ રથમાં શું છે ખાસ

Tue, 11 Oct 2022-12:50 pm,

બ્રિટનના રાજા Charles III નો રાજ્યાભિષેક 2023 ના જૂનમાં થઇ શકે છે. આ કાર્યક્રમમાં તે સોનાના એક રથમાં બેસીને જશે. 1762 ના ગોલ્ડ સ્ટેટ કોચ અત્યાર સુધી તમામ રાજ્યાભિષેકમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવો તેની ખાસિયત વિશે જાણીએ. 

1762 માં બ્રિટિશ રાજાઓ અને રાણીઓની અવર-જવર માટે આ સોનાના રથને બનાવવામાં આવ્યો હતો. આ શાહી સવારી રાજ્યાભિષેક, જયંતી અને કાર્યક્રમોમાં ઉપયોગ કરવામાં આવે છે. તેને વિલિયમ ચેમ્બર્સે ડિઝાઇન કર્યો હતો અને સૈમુઅલ બટલરે તેને બનાવ્યો હતો. 

1821 માં જોર્જ ચતુર્થના રાજ્યાભિષેક બાદથી દરેક રાજ્યાભિષેકમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રથની લંબાઇ સાત મીટર છે અને 3.6 મીટર ઉંચો છે. તેનું વજન 4 ટન છે અને તેને ખેંચવા માટે 8 ઘોડાની જરૂર હોય છે. 

આ ખૂબ જૂનો છે અને તેનું વજન વધુ છે, એવામાં તેને ફક્ત પગપાળા ચાલવાની ગતિથી ઉપયોગ કરી શકાય છે. આ કોચ ગિલ્ટવુડથી બનેલો છે. લાકડા ઉપર સોનાની એક પતળી પરત છે, જ્યારે અંદરનો ભાગ મખમલનો છે. 

તેમાં રોમન દેવી-દેવતાઓના શાનદાર ચિત્રો છે. મહારાણી એલિઝાબેથ દ્રિતિયનો રાજ્યાભિષેક 1953 માં તેમાં બેસીને થયો હતો. તે સમયે ઠંડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે રોયલ સ્ટાફે તેમની સીટ નીચે ગરમ પાણીની બોટલો મુકી હતી. 

મહારાણીની પ્લેટિનમ જુબલી દરમિયાન પણ આ રથ જોવા મળ્યો હતો. તેમાં એલિઝાબેથ દ્રિતિયનો હોલોગ્રામ ચાલી રહ્યો હતો. હવે લાંબ સમય બાદ આ બહાર નિકળશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link