અહીંયા છોકરા-છોકરીઓને મફતમાં અનલિમિટેડ દારૂની ઓફર, રાતભર ચાલે છે ગંદી પાર્ટીઓ
)
અમે વાત કરી રહ્યાં છીએ છત્તીસગઢના વિલાસપુરની જ્યાં મફતમાં દારૂ અપાશેની ઓફરે ભારે ધમાલ મચાવી છે. અહીંયાંના બાર સેન્ટરે છોકરા અને છોકરીઓને મફતમાં દારૂ પીવડાવાની ઓફર આપી છે. જેનો વિરોધ પણ થઈ રહ્યો છે.
)
વિલાસપુરના તંત્રા અને ઓમિગોસ બારના માલિકો નાઈટ પાર્ટી માટે એક જાહેરાત આપી છે. જેમાં કપલ માટે એન્ટ્રી ફ્રી રાખી છે. સાથે છોકરીઓને અનલિમિટેડ દારૂની ઓફર કરાઈ છે.
)
કપલને અનલિમિટેડ મફતમાં દારૂની આ ઓફરના પોસ્ટર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા છે. જે બાદ લોકોએ આનો વિરોધ શરૂ કર્યો છે. હવે પોલીસે પણ બાર માલિકો સામે પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બારના માલિકો યુવા છોકરા અને છોકરીઓને દારૂની લત લગાડી રહ્યાં છે. એકવાર ત્યાં પીવા ગયા બાદ વારંવાર ત્યાં જાય એટલા માટે એક દિવસ મફતની આ જાહેરાત કરાઈ છે.
આ ઓફર આપીને બાર સંચાલકો આ ઓફર હોસ્ટલર્સ છોકરીઓેને દારૂની લત લગાવવા માટે આપી રહ્યાં છે. જોકે, આ પ્રકારની ઓફર એમનું ભવિષ્ય અને જિંદગી ખરાબ કરી શકે છે.
ડીજે નાઈટ્સના બહાને છોકરાઓને બોલાવીને સંચાલકો અનેક ઓફરો આપે છે. લોકોએ આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે પણ નશાબંધી વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે.
આ પ્રકરણમાં ગૃહમંત્રી વિજય શર્માએ પોલીસને તાકીદ કરી છે કે રાજ્યમાં આ પ્રકારની ઓફરો ચાલી રહી તો એમની સામે સખ્તીથી પગલાં ભરવામાં આવે . આ લોકો બારના નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યાં છે.