2025માં હોળી પર 4 ગ્રહો બનાવશે શક્તિશાળી યોગ, 3 રાશિવાળાની ધન-સંપત્તિમાં બંપર વધારાના યોગ, નોકરીમાં પગાર વધારો, પ્રમોશન કરાવશે!
વૈદિક પંચાંગ મુજબ મીન રાશિમાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. આ સાથે જ 14 માર્ચના રોજ સૂર્ય, 27 ફેબ્રુઆરીના રોજ બુધ અને 28 જાન્યુઆરીથી શુક્ર આ રાશિમાં બિરાજમાન થશે. આવામાં 27 ફેબ્રુઆરીએ ત્રિગ્રહી અને 14 માર્ચના રોજ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. હોળીના દિવસે શુભ યોગનું નિર્માણ થવાથી કેટલાક રાશિવાળાને ખુબ લાભ થઈ શકે છે.
વૃષભ રાશિવાળા માટે ચતુર્ગ્રહી યોગ ખુબ લાભ કરાવી શકે છે. આ રાશિના જાતકોને કરિયરમાં જબરદસ્ત લાભ મળી શકે છે. આ સાથે જ ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. કોઈને આપેલું ધન પાછું મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. નોકરીમાં પદોન્નતિની સાથે તમારા કામને બિરદાવે તેવા યોગ બની રહ્યા છે. નોકરીના પગલે તમારે સ્થળ પરિવર્તન કરવાનું આવે તે પણ બની શકે. દાંપત્ય જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે. આ સાથે જ સંતાન પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે.
આ રાશિના લગ્ન ભાવમાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ મળશે. તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થતો જોવા મળશે. આ સાથે જ બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. જેનાથી તમે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. સૂર્યદેવની કૃપાથી નોકરી અને ધંધામાં સફળતાની સાથે ખુબ ધનલાભ થાય તેવા યોગ છે. આર્થિક મામલાઓમાં તમને ખુબ લાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે.
મિથુન રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. લાંબા સમયથી ચાલતી પરેશાનીઓ કે પડકારો દૂર થઈ શકે છે. તણાવથી મુક્તિ મળી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. દશમ ભાવમાં આ યોગ બનવાથી આ રાશિના જાતકોની ઉપર સૂર્ય, બુધ, શુક્ર અને રાહુની વિશેષ કૃપા રહી શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને વિશેષ લાભ મળી શકે છે. નોકરીના કારણે અનેક મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ તેનાથી તમને ખુબ લાભ મળવાના યોગ છે. સૂર્યદેવની કૃપાથી તમને વેપારમાં પણ ખુબ નફો થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.