Cheap Electric Scooters: એક્ટિવાથી પણ સસ્તા છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર, ડિઝાઇન બનાવી દેશે દિવાના!

Wed, 28 Sep 2022-6:40 pm,

Electric Scooters: જો તમે ઘણા એવા જ સસ્તા અને વ્યાજબી ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને કેટલાક ઓપ્શન જણાવીશું. આજે અમે તમને હોન્ડા એક્ટિવા (કિંમત લગભગ 72 હજારથી શરૂ) કરતાં પણ સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટર્સની જાણકારી આપીશું. આ સ્કૂટર્સ ના ફક્ત વ્યાજબી છે પરંતુ તેની ડિઝાઇન પણ ખૂબ આકર્ષક છે. 

Avon E Scoot ની કિંમત 45,000 રૂપિયા એક-શોરૂમ દિલ્હી છે. તેમાં 215 વોટની બીએલડીસી મોટર અને 48 v/20ah ની બેટરી મળે છે. બેટરીને ફૂલ ચાર્જ કરવામાં 6-8 કલાક લાગે છે. કંપનીનો દાવો છે કે સ્કૂટર 65 કિમીની રેંજ આપી શકે છે. તેની ટોપ સ્પીડ 24 કિમી પ્રતિ કલાક છે. 

Bounce Infinity E1 ની કિંમત 45,099 રૂપિયા  (બેટરી વિનાનું વેરિએન્ટ)થી શરૂ થાય છે. બેટરીપેકવાળા વેરિએન્ટની કિંમત 68,999 રૂપિયા છે. 2kWh 48V ની બેટરી આવે છે. તેની ટોપ સ્પીડ 65kmph છે અને રેંજ 85km છે. તેમાં ત્રણ રાઇડિંગ મોડ્સ-ડ્રેગ મોડ, ઇકો મોડ અને પાવર મળે છે. 

Hero Electric Optima CX (સિંગલ બેટરી) ની કિંમત 62,190 રૂપિયા છે. આ ત્રણ કલર ઓપ્શનમાં આવે છે. કંપનીનો દાવો છે કે તેની ટોપ સ્પીડ 45 KM/H અને રેંજ 82 કિમીની છે. તેની બેટરીને ફૂલ ચાર્જ થવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. તેમાં  51.2V / 30Ah બેટરી છે. 

Okinawa R30 ની કિંમત લગભગ 61,420 રૂપિયા છે. તેની રેંજ 60 Km અને ટોપ સ્પીડ 25 Kmph ની છે. તેમાં 250 W ની મોટર મળે છે. તેમાં 1.34KWH lithium-ion બેટરી પેક મળે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link