6.13 લાખ કિંમત... 28Km ની માઇલેજ! બજેટમાં આવે છે આ ધાંસૂ CNG એસયુવી કાર
આજે અમે તમને દેશમાં રહેલી તે કેટલીક એસયુવી વિશે જણાવીશું જે સીએનજી સાથે આવે છે. આ કાર માઇલેજમાં પણ બેસ્ટ છે.
કિંમત 6.13 લાખઃ દેશની સૌથી સસ્તી સીએનજી એસયુવીમાંથી એક છે. કંપનીનો દાવો છે કે તે 26 કિમી સુધીની માઇલેજ આપે છે.
પંચ સીએનજીમાં કંપનીએ 1.2 લીટર, ત્રણ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ દેશની પ્રથમ સીએનજી એસયુવી છે, જે ડુઅલ સિલિન્ડર ટેક્નોલોજી સાથે આવે છે.
કિંમતઃ 6.13 લાખઃ હ્યુન્ડઈએ તાજેતરમાં પોતાની એસયુવી EXTER લોન્ચ કરી હતી. કંપનીનું કહેવું છે કે તે સીએનજીમાં 28 કિમીની માઇલેજ આપે છે.
આ એસયુવી 1.2 લીટર બાયો-ફ્યૂલ કપ્પા પેટ્રોલ સીએનજી એન્જિન સાથે આવે છે, આ કારમાં સ્ટાન્ડર્ડ તરીકે 26 સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે બધા વેરિએન્ટમાં મળે છે.
કિંમત 7.51 લાખઃ નવી મારૂતિ Maruti Fronx સીએનજીને હાલમાં લોન્ચ કરવામાં આવી છે. મૂળરૂપથી બલેનો હેચબેક પર બેસ્ડ તે એસયુવી 28.51 કિમી સુધીની માઇલેજ આપે છે.
Fronx માં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાનું કે-સિરીઝ ડુઅલઝેટ, ડુઅલ વીવીટી પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. તે એડવાન્સ ફીચર્સથી લેસ છે.
કિંમત 10.99 લાખઃ મારૂતિ ગ્રાન્ડ વિટારાનું સીએનજી વેરિએન્ટ હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ એસયુવી હાઇબ્રિડ વેરિએન્ટમાં પણ આવે છે. તે સીએનજીમાં 26.6 કિમી માઇલેજ આપે છે.
મારૂતિ ગ્રાન્ડ વિટારા સીએનજીમાં કંપનીએ 1.5 લીટરનું નેચરલ એસ્પાયર્ડ પેટ્રોલ એન્જિન આપ્યું છે, જેમાં છ એરબેગ સહિત શાનદાર સેફ્ટી ફીચર્સ મળે છે.