આ દેશોમાં પાણીની બોટલના ભાવે વેચાય છે પેટ્રોલ અને ડીઝલ, કિંમતો જાણશો તો વિશ્વાસ નહીં કરો
Cheapest Petrol-Diesel Prices: ના હોય પાણીના ભાવે અહીં મળે છે પેટ્રોલ, તમે વિચારતા હશો કે આટલા ભાવ હોય તો એકની બે ગાડી લઈ લઉં.. ખરેખર સાચી વાત છે. અહીં કારની ટાંકી થોડા રૂપિયામાં જ ફૂલ થી જાય છે. ગુજરાતમાં ગુજરાતીઓ રોજ પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે ટેન્શનમાં રહે છે.
વેનેઝુએલા આ યાદીમાં પહેલું નામ વેનેઝુએલાનું છે. આ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશ્વમાં સૌથી ઓછા છે. વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 13 સેન્ટ પ્રતિ લીટર છે. વેનેઝુએલામાં તેલના વિશાળ ભંડાર અને સામાજિક નીતિઓને કારણે કિંમતો ઓછી છે. પરંતુ દેશની અર્થવ્યવસ્થા એટલી નબળી છે કે લોકો આટલા ઓછા ભાવ હોવા છતાં પેટ્રોલ અને ડીઝલ ખરીદી શકતા નથી. આ દેશ સુદર છોકરીઓના દેશ તરીકે ઓળખાય છે પણ અહીંનું સ્થાનિક ચલણ ડૂબી ગયું છે.
ઈરાન
મુસ્લિમોની બહુમતિ ધરાવતો દેશ ઈરાન વેનેઝુએલા પછી બીજા ક્રમે આવે છે, જ્યાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. ઈરાનમાં પેટ્રોલની કિંમત 15000 ઈરાની રિયાલ પ્રતિ લીટર છે, જેને ભારતીય ચલણમાં ફેરવવામાં આવે તો તેની કિંમત 30 રૂપિયા પ્રતિ લીટર થશે.
ઇજિપ્ત
ઇજિપ્ત ભારતની નજીકનો દેશ છે. ભારતનો વેપાર ઈજિપ્ત સાથે પણ છે. આ દેશમાં પેટ્રોલ અને ડીઝલ પણ ખૂબ સસ્તું છે. ઇજિપ્તમાં એક લિટર પેટ્રોલ ખરીદવા માટે તમારે 25.99 રૂપિયા ચૂકવવા પડશે. આમ આ દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તા છે.
અલ્જેરિયા
અલ્જેરિયા વિશ્વના ગેસ અને ઓઇલ માર્કેટમાં એક મોટો ખેલાડી છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 45 અલ્જેરિયન દિનાર છે, જે ભારતીય ચલણમાં 29.16 રૂપિયા છે.