YouTube પર આ ભારતીયોની છે બોલબાલા! લાખો સબ્સક્રાઇબર્સ અને કરોડોની કમાણીએ તેમને બનાવી દીધા છે Celebrities
ટેક્નોલોજીમાં રસ ધરાવનાર કદાચ જ કોઇ એવો માણસ હશે જે ગૌરવ ચૌધરીને ઓળખતો નહી હોય. 'ટેક્નિકલ ગુરૂજી' ના નામે યૂટ્યૂબ પર ચેનલ ચલાવનાર ગૌરવ દેશના સૌથી અમીર યૂટ્યૂબર્સમાંથી છે. તેમના યૂટ્યૂબ પર 2.16 મિલિયન સબ્સક્રાઇબર્સ છે અને તેમની નેટ વર્થ લગભગ 32.6 કરોડ રૂપિયા છે.
દિલ્હીના અમિત પણ યૂટ્યૂબ પર કોમેડી વીડિયોઝ બનાવે છે અને 23.5 મિલિયન લોકોએ તેમની યૂટ્યૂબ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે. તેમની નેટ વર્થ 46 કરોડ રૂપિયાની આસપાસ છે.
આ યૂટ્યૂબરને લોકો તેમના અસલી નામથી ભલે ન ઓળખતા હોય પરંતુ તેમની ચેનલના નામ ''કૈરી મિનાટી'' નામથી જરૂર ઓળખી લેશે. એક કોમેડિયન, રૈપર અને ગેમર, કૈરી મિનાટીના યૂટૂબ પર 32.1 મિલિયન સબ્સક્રાઇબર્સ છે અને તેમની નેટ વર્થ લગભગ 4 મિલિયન યૂએસ ડોલર, એટલે કે લગભગ 29 કરોડ રૂપિયા છે.
યૂટ્યૂબ પર કોમેડી વીડિયોઝની વાત કરીએ તો આશીષ ચંચલાનીનું નામ ન આવે, એવું બની નશકે. આશીષના યૂટ્યૂબ પર 26.4 મિલિયન સબ્સક્રાઇબર્સ છે અને તેમની નેટ વર્થ 29 કરોડ રૂપિયાની આસપાસ છે.
'બીબી કી વાઇન્સ' નામની યૂટ્યૂબ ચેનલ ચલાવનાર ભુવનના યૂટ્યૂબ પર 20.8 મિલિયન સબ્સક્રાઇબર્સ છે અને આ લગભગ 22 કરોડ રૂપિયા કમાઇ લે છે.
વિદ્યા વોક્સ એક સંગીતકાર છે જેનું અસલી નામ વિદ્યા અય્યર છે. ચેન્નઇમાં જન્મેલી વિદ્યાના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે અને તેમની નેટ વર્થ લગભગ 9 કરોડ રૂપિયા છે. તેમના પોતાના યૂટ્યૂબ ચેનલ, 'વિદ્યા વોક્સ' પર 7.42 મિલિયન સબ્સક્રાઇબર્સ છે.