Net worth of rinku singh:T20 ના નવા સૂરમા રિંકૂ સિંહની કમાણી કરોડોમાં, અલીગઢમાં છે આલીશાન કોઠી
પાંચ સિક્સર ફટકારનાર રિંકુ સિંહે ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે. રિંકુ સિંહની વાર્ષિક આવક 60 થી 70 લાખ રૂપિયાની વચ્ચે છે. તેમની કુલ સંપત્તિ 6.12 કરોડ રૂપિયા છે.
હાલમાં KKR ટીમ દરેક મેચ રમવા માટે રિંકુ સિંહને 4.23 લાખ રૂપિયા આપે છે. તાજેતરમાં જ રિંકુ સિંહે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું છે. રિંકુ સિંહ મિડલ ઓર્ડરમાં 7મા નંબરે બેટિંગ કરે છે. અને અંતે તેઓ ટીમનો નેટ રન રેટ વધારવા માટે કામ કરે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિંકુ સિંહે હાલમાં જ અલીગઢની એક હોટલને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. આ હોટલ ગરીબ ક્રિકેટર બાળકોને સસ્તા દરે ભોજન અને પ્રેક્ટિસની વ્યવસ્થા પૂરી પાડશે.
રિંકુ સિંહે તાજેતરમાં અલીગઢના ઓઝોન સિટીમાં 200 યાર્ડના બે પ્લોટ ખરીદ્યા છે. ઘર તૈયાર થયા બાદ રિંકુ સિંહ અહીં જ રહેશે. રિંકુનું નવું ઘર ટૂંક સમયમાં તૈયાર થઈ જશે
રિંકુ સિંહે ગરીબીને ખૂબ નજીકથી જોઈ છે. તેના પિતા ઘરે ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડનું કામ કરતા. રિંકુ સિંહનો મોટો ભાઈ રિંકુ આજે પણ અલીગઢમાં ઈ-રિક્ષા ચલાવે છે. રિંકુ હજુ પણ અલીગઢમાં બે રૂમના મકાનમાં રહે છે.