Urine Colour: પેશાબનો રંગ બતાવશે કઈ છે બીમારી! પીળો, લીલો, લાલ...આ 6 રંગ જણાવશે કેવું છે સ્વાસ્થ્ય
જ્યારે તમારા યુરિનનો રંગ ગાઢ પીળો હોય તો તેનો અર્થ છે કે બોડી ડિહાઈડ્રેટેડ થઈ ચૂકી છે. એટલેકે તમારે હવે વધુ પાણી પીવાની જરૂર છે. એક હેલ્ધી એડલ્ટે રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. અથવા તાજા ફળોનો રસ કે લીંબુ પાણી પીવાથી પેશાબનો રંગ નોર્મલ થઈ જશે.
જો તમારા યુરિનનો રંગ હળવો પીળો થઈ જાય તો તેનો અર્થ છે કે તમે શરીરને જેટલું પાણી જોઈએ છે એટલું પીતા નથી. આવામાં તમારે વધુ પાણી પીવું જોઈએ. અનેકવાર ડાયાબિટિસ અને ડિડની રોગનના કારણે પણ યુરિનનો રંગ આવો થઈ જાય છે.
અનેકવાર યુરિનનો રંગ વાદળો જેવો ધૂંધળો થઈ જાય છે. આ સીરિયસ ઈન્ફેક્શન તરફ ઈશારો કરે છે. બની શકે કે તમારા બેલ્ડરમાં કોઈ પ્રકારનું સંક્રમણ હોય. આવામાં તમારે તરત ડોક્ટર પાસે જવું જોઈએ.
અનેકવાર જ્યારે તમે કલર્ડ ફૂડ્સ કે એલોપેથિક મેડિસિનનું વધુ સેવન કરતા હોવ તો તેના કારણે યુરિનનો કલર ગ્રીન-બ્રાઉન થઈ શકે છે. પરંતુ જો આમ ન હોય તો તમારે તરત જ ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી જોઈએ.
જ્યારે ગોલ બ્લેડર કે પિત્તાશયમાં ઈન્ફેક્શન થઈ જાય તો યુરિનનો રંગ બ્રાઉન થઈ જાય છે. આ સિવાય પિત્તની નળીમાં કોઈ પણ પ્રકારનો જખમ કે બ્લોકેજ પણ તેનું કારણ બની શકે છે. આવામાં તમારે તરત યુરિન ટેસ્ટ કરાવવો જોઈએ.
યુરિનનો રંગ લાગ અનેક કારણે થઈ શકે છે. જેમ કે જો તમે બીટ કે તેનો રસ પીતા હોવ તો આમ થવું સામાન્ય છે. આ સિવાય અનેક દવાઓ કે સીરપનું સેવન કરવાથી પણ આમ બની શકે. પણ ગભરાવવાની જરૂર નથી. પરંતુ અનેકવાર એવું બને છે કે યુરિન સાથે લોહી આવવા લાગે છે. જેના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે. તે કિડની રોગ, ઈન્ફેક્શન, કેન્સર કે ઈન્ટરનલ બ્લિડિંગના કારણે હોઈ શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.