સિડનીમાં 18મી સદી ફટકારતા મહાન થયો પૂજારા, તેના નામે કર્યા આ 5 રેકોર્ડ્સ
પૂજારાએ એક ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક રન બનાવવાનો પોતાનો રેકોર્ડ તોડી દીધો છે. 2012/13મા પૂજારાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 438 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી સિરીઝમાં તેણે 450થી વધુ રન ફટકારી દીધા છે.
પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 18 સદી ફટકારવાના મામલામાં પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્રીનથી આગળ નિકળી ગયો છે. પૂજારાએ 114 ઈનિંગમાં 18 સદી ફટકારી છે, જ્યારે અજહરુદ્દીને આ માટે 121 ઈનિંગ લીધી હતી.
ચેતેશ્વર પૂજારાએ કરિયરની 18મી અને સિરીઝની ત્રીજી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં એક સિરીઝમાં ત્રણ સદી ફટકારનાર તે ત્રીજો ભરતીય બેટ્સમેન છે. આ પહેલા વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
ચેતેશ્વર પૂજારાએ કરિયરની 18મી અને સિરીઝની ત્રીજી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં એક સિરીઝમાં ત્રણ સદી ફટકારનાર તે ત્રીજો ભરતીય બેટ્સમેન છે. આ પહેલા વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.
ઓસ્ટ્રેલિયામાં એક સિરીઝમાં 1000થી વધુ બોલ રમનાર માત્ર પાંચમો બેટ્સમેન બન્યો છે પૂજારા. તેના પહેલા આ રેકોર્ડ વિજય હજારે (1947/48), સુનીલ ગાવસ્કર (1977/78), રાહુલ દ્રવિડ (2003/04) અને વિરાટ કોહલી (2014/15)એ બનાવ્યો હતો.
ચેતેશ્વર પૂજારાએ બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ત્રીજીવાર 400 રનનો આંકડો પાર કર્યો છે. આ સિરીઝ પહેલા પૂજારાએ 2012/13 અને 2016/17મા એક સિરીઝમાં 400થી વધુ રન બનાવ્યા હતા. પૂજારા સિવાય સચિન તેંડુલકર (1997-98, 2007-08 અને 2010-11) અને મેથ્યૂ હેડન (2000-01, 2003-04 અને 2007-08) બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ત્રણ વખત ચારનોનો આંકડો પાર કર્યો હતો.