Pics: કાશ્મીર જવાનું કરી લો પ્લાનિંગ, 31 વર્ષ બાદ થીજી ગયેલું ડાલ સરોવર જોવા મળશે
કાશ્મીર ઘાટીમાં રક્ત જમાવી દે તેવી ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. 1987ના દાયકા બાદ એટલે કે 31 વર્ષ બાદ ડાલ સરોવરનો હિસ્સો થીજી ગયો છે. સરોવર પર બરફની એવી કડક પરત જામી ગઈ છે કે તેને તોડવામાં શિકાર કરનારાઓને કલાકો લાગી જાય છે. સરોવરનો બહારીય અને અંદરનો હિસ્સો સમગ્ર રીતે જામી ગયો છે.
કાશ્મીરમાં બરફ જામ્યા બાદ એડવેન્ચરનો એક દોર શરૂ થતો હોય છે. આ દરમિયાન ફરવાના શોખી ટુરિસ્ટિસ મોટી સંખ્યામાં કાશ્મીર આવે છે. આ માટે લોકો પાસે પૂરતા ગરમ કપડા હોવા જરૂરી છે.
બેંગલુરુથી કાશ્મીર આવેલ મુસાફર રોમાન કહે છે કે, આ મોસમનો આનંદ લેવો જોઈએ. ક્યારેય મેં આવી ઠંડી નથી જોઈએ. પંરતુ કાશ્મીરમાં જ્યારે માઈનસ 10 ડિગ્રીમાં ફરવાનો મોકો મળે તો તે યાદગાર બની જાય છે. પોતાના પરિવાર સાથે તેઓ હાઉસબોટમાં રહીને વાદીઓની ઠંડીની મજા લઈ રહ્યાં છે.
કાશ્મીરના ઉપરી હિસ્સા લદ્દાખમાં પારો શૂન્યથી પણ નીચે પહોંચી ગયો છે. તાપમાનની વાત કરીએ તો શ્રીનગરમાં ડિસેમ્બરના મહિનામાં દાયકા બાદ તાપમાન માઈનસ 6.7 નોંધાયું છે. કાશ્મીરમાં સૌથી ઠંડી જગ્યા કારગિલનો દ્રાસ વિસ્તાર છે. જ્યાં તાપમાન માઈનસ 21.7 નોંધાયું છે. જ્યારે કે પર્યટન સ્થળ ગુલમર્ગમાં પણ તાપમાન -9.4 અને પહેલગામમાં -7.9 નોંધાયું છે.
કાશ્મીર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. કાશ્મીરમાં સૌથી ઠંડા દિવસ એટલે કે ચિલ્નની શરૂઆત 21 ડિસેમ્બરથી થઈ ગઈ છે, અને તે 31 જાન્યુઆરી સુધી ચાલશે. ચિલ્લન સમય જાન્યુઆરીના અંતમાં પૂરો થાય છે. પરંતુ અહીં ઠંડનો અંત ક્યારેય થતો નથી. ચિલ્લન બાદ 20 દિવસ ચિલા ખુર્દ (ઓછી ઠંડી) અને 10 દિવસ ચિલા બચા (બચેલી ઠંડી)ની મોસમ રહે છે. આ સમય દરમિયાન લોકો પહેલેથી જ તૈયાર કરી રાખે છે. સૂકી શાકભાજીઓનો ઉપયોગ કરે છે. પારંપરકિ શાકભાજી હરીસાથી નાસ્તો કરે છે. જે દિવસભર વ્યક્તિને ગરમ રાખે છે.
ડાલ સરોવરમાં રહેતા મોહંમદ યુસુફ કહે છે કે, આજ દિન સુધી ડિસેમ્બરમાં આવી ઠંડી નથી જોઈ કે, સરોવાર આખું જામી જાય. તેમણે કહ્યું કે, સરોવરના કિનારે ઉભેલી હાઉસબોટ હટાવવા અને તને પરત કામ પર લગાવવા માટે બરફ તોડવો પડી રહ્યો છે. જેને કારણે અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.