China Latest Disease: ચીનના કયા વાયરસે અત્યાર સુધી વિશ્વમાં તબાહી મચાવી છે? પાછી એક વાયરસે દસ્તક દીધી

Thu, 23 Nov 2023-10:14 pm,

ચીનમાં ઉભરી રહેલી રહસ્યમય બીમારી વાસ્તવમાં ન્યુમોનિયા છે. તે લિયાઓનિંગ અને પૂર્વ બેઇજિંગમાં તબાહી મચાવી શકે છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે WHOએ એલર્ટ જારી કરીને ચીનને આ રહસ્યમય રોગની વિગતો આપવા કહ્યું છે.

ચીનના વુહાનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસને કારણે દુનિયામાં 25 લાખ લોકોના મોત થયા હતા. WHO ને ડર છે કે આ વાયરસ કોરોનાની જેમ વિશ્વ માટે જીવલેણ ન બની જાય.

આ પહેલા પણ વર્ષ 2019માં પણ ચીનમાં આ પ્રકારના એક રહસ્યમ નિમોનિયાએ એન્ટ્રી કરી હતી. આ દરમિયાન પીડિત દર્દીમાં ફેફસામાં સંક્રમણ, શ્વાસ લેવામાં સમસ્યા અને તાવની ફરિયાદ કરી હતી. પરંતુ તે ત્યારે એટલો ખતરનાક નહોતો, જેટલો હવે છે. 

ચીનમાં વર્ષ 2016માં રિફ્ટ વેલી નામના તાવ પણ ઝડપથી ફેલાયો હતો. રિપોર્ટ પ્રમાણે તે હકીકતમાં આફ્રિકન વાયરસ હતો, જે ચીનમાં જઈને ઘાતકરૂપે સામે આવ્યો હતો. તેનાથી પીડિત લોકોમાં સ્નાયુ અને સાંધામાં દુખાવો, માથામાં દુખાવો અને તાવના લક્ષણ જોવા મળ્યા હતા.

આટલું જ નહીં, વર્ષ 1998માં ચીનના લોકોને એન્ટરવાયરસના પ્રકોપનો પણ સામનો કરવો પડ્યો હતો. આ વાયરસ લોકોની કરોડરજ્જુ પર હુમલો કરતો હતો. ચીન પાસે આ વાયરસની ન તો રસી હતી કે ન તો દવા. તેણે ત્યાં રોગચાળાનું સ્વરૂપ લીધું હતું.

કોરોના વાયરસ બાદ ચીનમાં પાછલા વર્ષે જૂનોટિક વાયરસે પણ ચીનમાં એન્ટ્રી કરી હતી. આ વાયરસ જાનવરોમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ બીમારીના શિકાર લોકોમાં ઉબકા, ઉધરસ અને થાકના લક્ષણ જોવા મળ્યા હતા. આજે પણ ચીનમાં આ બીમારીની કોઈ સારવાર નથી.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link