World cup 2019: ગેલ બન્યો સિક્સર કિંગ, તોડ્યો ડિવિલિયર્સનો રેકોર્ડ

Fri, 31 May 2019-7:15 pm,

ગેલે શુક્રવારે પાકિસ્તાન વિરુદ્ધ આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019ના મેચમાં એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. ગેલ ક્રિકેટ વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે.   

ગેલે સાઉથ આફ્રિકાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડી દીધો છે. પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં પ્રથમ સિક્સ ફટકારતા ગેલે એબી ડિવિલિયર્સના વિશ્વકપમાં સર્વાધિક 37 છગ્ગાના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. 

ગેલના હવે વિશ્વકપમાં 40 છગ્ગા થઈ ગયા છે અને તે વિશ્વકપમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી બની ગયો છે. 

મહત્વનું છે કે આ મેચમાં ગેલે પાકિસ્તાન વિરુદ્ધ 34 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા અને છ ચોગ્ગા સામેલ છે.   

39 વર્ષીય ગેલ અત્યાર સુધી 2003, 2007, 2011 અને 2015ના વિશ્વકપમાં રમી ચુક્યો છે અને આ તેનો પાંચમો વિશ્વકપ છે. જેમાં તેણે 27 મેચોમાં 38.23ની એવરેજથી 994 રન બનાવ્યા છે. તેના નામ પર 215 રનની એક ઈનિંગ પણ સામેલ છે. 

વિશ્વકપમાં સર્વાધિક સિક્સ 1. ક્રિસ ગેલ, 27 ઈનિંગ- 40 છગ્ગા 2. એબી ડિવિલિયર્સ, 22 ઈનિંગ- 37 છગ્ગા 3. રિકી પોન્ટિંગ, 42 ઈનિંગ- 31 છગ્ગા 4. બ્રેન્ડન મેક્કુલમ, 27 ઈનિંગ- 29 છગ્ગા 

તમને જણાવી દઈએ કે આ મેચમાં ગેલે ઇમાદ વસીમનો કેચ ઝડપતા વેસ્ટઈન્ડિઝ તરફથી વનડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ ઝડપનાર પૂર્વ કેપ્ટન કાર્લ હુપર (120 વનડે કેચ)ના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ મામલામાં બ્રાયન લારા 117 વનડે કેચની સાથે બીજા જ્યારે વિવિયન રિચર્ડ્સ 100 કેચની સાથે ત્રીજા સ્થાને છે. 

ક્રિસ ગેલના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 231 કેચ નોંધાયેલા છે. તેમાંથી ગેલે 96 કેચ ટેસ્ટ ક્રિકેટમાં, 120 કેચ વનડે ક્રિકેટમાં અને 15 કેચ ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઝડપ્યા છે.   

વેસ્ટ ઈન્ડિઝ તરફથી વનડેમાં સૌથી વધુ કેચ કાર્લ હુપર - 120 ક્રિસ ગેલ - 120 બ્રાયન લારા - 117 વિવિયન રિચર્ડ્સ - 100

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link