Celebs got slapped in public: દુનિયા સામે આ 8 સ્ટારને ખાવો પડ્યો માર, ક્યાંક કેટ ફાઈટ તો કોઈએ ખાધો લાફો

Tue, 29 Mar 2022-1:42 pm,

ઓસ્કર 2022 દરમિયાન અભિનેતા વિલ સ્મિથે હોસ્ટિંગ કરી રહેલા કોમેડિયન ક્રિસ રોકને મુક્કો માર્યો હતો. સોમવારના બનેલી આ ઘટના બાદ મોટા ફેરફાર થયા છે. ક્રિસ રોકે રમૂજ રમૂજમાં વિલની પત્ની વિશે કોમેન્ટ કરી હતી. વિલ સ્મિથને ક્રિસ રોકની કોમેન્ટ પસંદ આવી ન હતી. જે બાદ વિલ સ્મિથે સ્ટેજ પર જઈ ક્રિસ રોકને બધાની સામે પાઠ ભણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર દરેક લોકો આ ઘટનાની વાત કરી રહ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે કે, આ ઝગડાના કારણથી વિલ સ્મિથ પાસેથી ઓસ્કર છીનવી લેવામાં આવી શકે છે. જો કે, થોડા સમય પછી વિલ સ્મિથે સોશિયલ મીડિયા પર પોતાના ગુસ્સા માટે માફી માંગી છે.

એક પાર્ટીમાં અંકિતા લોખંડેએ દુનિયા સામે તેના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતન લાફો માર્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, આ પાર્ટીમાં સુશાંત સિંહ રાજપૂત અન્ય છોકરી સાથે ફ્લર્ટ કરી રહ્યો હતો. અંકિતા લોખંડેને સુશાંત સિંહ રાજપૂતની આ હરકત પસંદ આવી ન હતી. જે બાદ અંકિતા લોખંડેન પારો સાતમા આસમાન પર પહેંચી ગયો હતો.  

શ્વેતા તિવારીના પહેલા પતિ રાજ ચૌધરીએ તેના બીજા પતિ અભિનવ કોહલીની પોલીસ સામે ધોલાઈ કરી હતી. પોલીસ સ્ટેશન બહાર રાજા ચૌધરીએ અભિનવ કોહલીને જોરદાર લાફો માર્યો હતો. રાજા ચૌધરી તેમની પુત્રી પલક તિવારીને મળવા અભિનવ કોહલીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનવ કોહલીનો રાજા ચૌધરી સાથે ઝગડો થયો હતો. રાજા ચૌધરીની આ હરકતે ફેન્સને આશ્ચર્યમાં મુકી દીધા હતા.

વર્ષ 2001 માં કરીના કપૂર અને બિપાશા બાસુની વચ્ચે કેટ ફાઈટ જોવા મળી હતી. ફિલ્મ અજનબીના સેટ પરથી બેબોના ડિઝાઈનરે બિપાશા બાસુની મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વાત કરીના કપૂરને ગમી ન હતી. સત્ય સામે આવ્યા બાદ કરીના કપૂર ખુબ જ રોષે ભરાઈ હતી. માનવામાં આવે છે કે, ગુસ્સામાં કરીના કપૂરે બિપાશા બાસુને તમાચો માર્યો હતો. જે બાદ બિપાશા બાસુએ કરીના કપૂર સાથે કામ ન કરવાની જાહેરાત કરી હતી.

બિગ બોસ 7 ની વિનર ગોહર ખાનને એક ઇવેન્ટમાં લાફો ખાવો પડ્યો હતો. ગોહર ખાન એક ઇવેન્ટને હોસ્ટ કરી રહી હતી. અચાનક એક વ્યક્તિ સ્ટેજ પર આવ્યો અને આવતાની સાથે જ વ્યક્તિએ ગોહર ખાનને લાફો માર્યો હતો. આ વ્યક્તિ ગોહર ખાનના કપડાના કારણે તેના પર રોષે ભરાયો હતો. લાફો ખાવાને કારણે ગોહર ખાનના હોશ ઉડી ગયા હતા.

ફિલ્મ પ્યારે મોહનના સેટ પર અમ્રતા રાવ અને ઈશા દેઓલ વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. ગુસ્સામાં ઇશા દેઓલે અમ્રતા રાવના ગાલ પર લાફો માર્યો હતો. માનવામાં આવે છે કે અમ્રતા રાવે ઇશા દેઓલને લઇને કોઈ કોમેન્ટ કરી હતી. બાદમાં ઇશા દેઓલે પોતાની ભૂલ સ્વીકાર હતી. ઇશા દેઓલે સ્વીકાર્યું હતું કે, તેણે અમ્રતા રાવને લાફો માર્યો હતો.

સીરિયલ દિલ મિલ ગએના સેટ પર જેનિફર વિંગેટે કરણ સિંહ ગ્રોવરના ગાલ પર જોરદાર લાફો માર્યો હતો. તે દરમિયાન જેનિફર વિંગટેએ કરણ સિંહ ગ્રોવર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ ઝગડાના થોડા સમય બાદ કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટના તલાક થયા હતા.

રાખી સાવંતના એક્સ બોયફ્રેન્ડને પણ દુનિયા સામે લાફો ખાવો પડ્યો હતો. વર્ષો પહેલા રાખી સાવંતનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં અભિષેક અવસ્થી રાખી સાવંતની માફી માગતો જોવા મળ્યો હતો. તેની સામે રાખી સાવંતે અભિષેક અવસ્થીને લાફો માર્યો હતો. જો કે, આ દરમિયાન અભિષેક અવસ્થી વારંવાર રાખી સાવંતને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link