Citroen કંપની ભારતમાં પ્રથમ ફ્લેક્સ-ફ્યુલ એન્જીનવાળી કાર કરશે લોન્ચ, જાણો શું છે કારની ખાસિયત

Sun, 29 Aug 2021-11:14 am,

ફ્લેક્સ-ફ્યુઅલ એન્જીન એક સામાન્ય આંતરિક કમ્બશન એન્જીન (ICE) એન્જીન જેવું જ હોય છે. પરંતુ તે એ રીતે ખાસ છે કે તે એક અથવા વધુ પ્રકારના ઈંધણ પર ચાલી શકે છે. ઘણા કિસ્સાઓમાં, આ એન્જીનમાં મિશ્ર ઈંધણનો ઉપયોગ પણ થાય છે. જો સામાન્ય ભાષામાં સમજી તો પેટ્રોલ અને ઈથેનોલ અથવા મિથેનોલનું મિશ્રણ પણ આ એન્જીનમાં વાપરી શકાય છે. આ એન્જીનમાં ઈંધણ મિશ્રણ સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. જે મિશ્રણમાં ઈંધણની માત્રા અનુસાર પોતાને એડજસ્ટ કરે છે.

રિપોર્ટ્સ મુજબ, Citroen C3 SUVમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જીનનો ઉપયોગ કરી શકે છે. જે ઈથેનોલ આધારિત ઈંધણ સાથે કામ કરી શકે છે. આ સિવાય, કંપની આ SUVમાં 1.6 લિટર 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ એન્જીન આપી શકે છે, જે 118 bhpનો પાવર અને 158 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગીયરબોક્સ સાથે આવે છે. ફ્લેક્સ-ફ્યુઅલ એન્જીન 1.2-લિટર ટર્બોચાર્જ્ડ, 5-સ્પીડ મેન્યુઅલ અથવા ઓટોમેટિક ગીયરબોક્સ સાથે આવે તેવી શક્યતા છે.

જો રિપોર્ટ્સની વાત માનવામાં આવે તો, Citroen C3 ભારતીય રસ્તાઓ પર એક એવી એન્જીન પર ચાલતી પ્રથમ કાર હશે જેને કેન્દ્ર સરકાર વૈકલ્પિક ઈંધણ તરીકે પ્રોત્સાહન આપવા માગે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ કહ્યું હતું કે સરકાર ભારતમાં કાર ઉત્પાદકો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જીનવાળા વાહનોનું ઉત્પાદન ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે, જે ઈથેનોલ-મિશ્રિત પેટ્રોલ જેવા ઈંધણ સાથે સુસંગત છે. ગડકરીએ વધુમાં કહ્યું હતું કે તેમનું મંત્રાલય કાર ઉત્પાદકો માટે તેમની લાઈનઅપમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જીનવાળા વાહનોને ફરજિયાત બનાવવાનો નિર્ણય લેશે. બ્રાઝિલ, કેનેડા અને USAમાં આવા એન્જીનો પહેલેથી જ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

C3 SUV બ્રાન્ડના નવા કોમન મોડ્યુલર પ્લેટફોર્મ (CMP) પર બનેલી Citroenની પ્રથમ કાર હશે. Citroen તેની C3 SUVની કિંમત શક્ય તેટલી ઓછી રાખવાની યોજના બનાવી છે. આ માટે કાર નિર્માતાએ સ્થાનિક માગને ધ્યાનમાં રાખીને C3 વિકસાવવા માટે ટાટાના એન્જીનિયરોને CMP પ્લેટફોર્મને અલગ કરવાનું મિશન સોંપ્યું હતું. હકીકતમાં, Tata Punch, જે તાજેતરમાં રજૂ કરવામાં આવ્યું હતું, તેને તકનીકી રીતે C3 મોડેલનો પિતરાઈ ભાઈ કહી શકાય છે.

એવી આશા રાખવામાં આવી રહી છે કે કંપની 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતે ભારતમાં Citroen C3 SUV લોન્ચ કરી શકે છે. લોન્ચ થયા બાદ, Citroen C3 ભારતીય બજારમાં સૌથી વધુ સ્પર્ધાત્મક સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં મારુતિ વિટારા બ્રેઝા (Maruti Vitara Brezza), હ્યુન્ડાઇ વેન્યુ (Hyundai Venue), ટાટા નેક્સોન (Tata Nexon), કિયા સોનેટ (Kia Sonet), Mahindra XUV300, Nissan Magnite, Renault Kiger અને Toyota Urban Cruiser જેવી કારો સાથે સ્પર્ધા કરશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link