એક ભૂલ અને ખતમ થઈ જશે અનેક દેશ! વૈજ્ઞાનિકોએ કરી ભયંકર ભવિષ્યવાણી, 58 લાખ લોકોના થઈ શકે છે મોત
)
આજકાલ માનવીના ભવિષ્યને લઈને અનેક પ્રકારની ભવિષ્યવાણીઓ બહાર આવી રહી છે. આમાંની કેટલીક ભવિષ્યવાણીઓ ખૂબ જ ચિંતાજનક છે જે આપણી વિચારસરણી પર ઊંડી અસર કરે છે. આ ભવિષ્યવાણીઓ માત્ર જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવતી નથી પરંતુ વૈજ્ઞાનિકોના સંશોધન અને રિસર્ચ પર આધારિત હોય છે. વૈજ્ઞાનિક તેમના રિસર્ચ દ્વારા આ વાતની સંભાવના જતાવી રહ્યા છે કે, આગામી સમયમાં શું થઈ શકે છે.
)
હાલમાં જ એક એવી વૈજ્ઞાનિક ભવિષ્યવાણી સામે આવી છે, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ ભવિષ્યવાણી યુરોપ વિશે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 75 વર્ષમાં ત્યાં લગભગ 58 લાખ લોકોના મોત થઈ શકે છે. આ એક ગંભીર ચેતવણી છે, જે માનવ જીવનશૈલી અને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ પર આધારિત છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો કેટલાક જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો આ આગાહી સાચી પડી શકે છે.
)
અંગ્રેજી વેબસાઈટ ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડીસીનના સંશોધકોએ ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેમનો રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, 2015થી 2099 વચ્ચે યુરોપમાં 58 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે.
આ ભયંકર વિનાશ પાછળનું સૌથી મોટું કારણ ખુદ મનુષ્યોની બેદરકારી હશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો આપણે અત્યારે સાવચેતી નહીં રાખીએ તો આવનારા વર્ષોમાં તેની ગંભીર અસર જોવા મળશે. આ આગાહી માત્ર અનુમાન નથી, પરંતુ આપણા માટે એક ચેતવણી છે, જેના કારણે આપણે સાવચેત રહેવાની જરૂર છે.
આ સંશોધનમાં તે મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હવામાન પરિવર્તનને કારણે થશે. નવાઈની વાત એ છે કે તેની અસર માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ જોવા મળશે.
રિપોર્ટ અનુસાર હવામાન પરિવર્તનના કારણે મૃત્યુ પામનાર લોકોમાં ગરમીને કારણે મરનારા લોકોની સંખ્યા ઠંડીને કારણે મરનારા લોકો કરતાં ઘણી વધારે હશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તાપમાનમાં વધારાથી હીટવેવ અને અન્ય કુદરતી આફતોમાં વધારો થશે, જેની લોકોના જીવન પર ઊંડી અસર પડશે.
આ રિસર્ચના ચીફ રાઈટર Dr. Pierre Masselotએ કહ્યું કે, આ રિપોર્ટ એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે જેથી ક્લાઈમેટ ચેન્જ અને વધતી ગરમીને લઈને દુનિયા તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કરી શકે.
આ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે, બાર્સેલોના એ જગ્યા હશે જ્યાં ગરમીના કારણે સૌથી વધુ મૃત્યુ થશે. આ પછી રોમ, નેપલ્સ અને મેડ્રિડનો નંબર આવે છે, જ્યાં આગામી સમયમાં ક્લાઈમેટ ચેન્જની સૌથી વધુ અસર જોવા મળશે. આ રિસર્ચમાં યુરોપના કુલ 854 શહેરોને સામેલ કરવામાં આવ્યા છે.
Dr. Pierre Masselotએ પોતાના રિસર્ચના અંતે લખ્યું છે કે, જો આપણે હવે આ પર કામ શરૂ નહીં કરીએ તો 5,825,746 લોકો જીવ ગુમાવશે. આ રિપોર્ટ અનુસાર આ ચેતવણી માત્ર યુરોપ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.