વાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે, નવી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવ

Sat, 29 Jun 2024-11:47 am,

રાજ્યમાં ખરેખર તો હવે ચોમાસાની ખરી શરૂઆત થઈ છે. જે તાલુકાઓ કોરા રહ્યાં છે તે પણ હવે ભીંજાશે. જુલાઈની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદનું ધમાકેદાર આગમન થશે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં વિશેષ પ્રમાણે વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારી શહેર અને સુરતના પલસાણામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. નવસારીના જલાલપુર અને વલસાડના ઉમરગામમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. નવસારીના ખેરગામમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આમ, રાજ્યના 12 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 34 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 સાથે વાત કરતાં જણાવ્યું કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સિસ્ટમ સક્રિય થશે. ઉપરાંત લો પ્રેશર પણ છે. બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર છે. ઓરિસામાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link