CM કેજરીવાલને જામીન તો મળ્યા...પરંતુ નહીં કરી શકે આ કામ, જાણો સુપ્રીમ કોર્ટે કઈ શરતો પર આપ્યા જામીન

Fri, 10 May 2024-6:11 pm,

સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી વચગાળાના જામીન મળેલા છે. કોર્ટે કેટલીક શરતો સાથે 1 જૂન સુધીના આ જામીન આપેલા છે. એટલે કે પછી તેમણે કેજરીવાલે સરન્ડર કરવું પડશે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીન દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલ આ કેસમાં પોતાની ભૂમિકા અંગે  કોઈ પણ ટિપ્પણી કરી શકશે નહીં. તેઓ કોઈ પણસાક્ષી સાથે વાતચીત નહીં કરી શકે કે કોઈ પણ પ્રકારે મામલાને પ્રભાવિત નહીં કરી શકે. આ સાથે જ આ કેસ સંલગ્ન કોઈ પણ અધિકૃત ફાઈલ સુધી તેમની પહોંચી નહીં હોય. 

કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય કે દિલ્હી સચિવાલય નહીં જાય. સીએમ કેજરીવાલ એલજીની મંજૂરી પ્રાપ્ત કરવા માટે જરૂર પડ્યે જ અધિકૃત ફાઈલો પર હસ્તાક્ષર કરી શકશે. કેજરીવાલ 2 જૂનના રોજ સરન્ડર કરશે. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ  હવે બેલ બોન્ડ સીધા જેલ સુપ્રિટેન્ડેન્ટ સામે ભરવું પડશે. એટલે કે હવે ટ્રાયલ કોર્ટ જવાની જરૂર નથી. કેજરીવાલે 50 હજાર રૂપિયાના જામીન બોન્ડ સાથે એટલી જ રકમની જામીન રકમ પણ જમા કરાવવાની રહેશે. 

ઈડીએ 21 માર્ચના રોજ દિલ્હીના કથિત દારૂનીતિ કૌભાંડ મામલે સીએમ અરવિંદ  કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પહેલા ઈડીએ કેજરીવાલને આ મામલે પૂછપરછ માટે 9 સમન પાઠવ્યા હતા. 

જો કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોઈ પણ સમન પર હાજર થયા નહતા. ઈડીનો આરોપ છે કે તેઓ કૌભાંડના મુખ્ય ષડયંત્રકાર હતા અને સીધી રીતે દારૂ વેપારીઓ પાસે લાંચ માંગવામાં સામેલ હતા. 

આ આરોપોને ફગાવનારી આમ આદમી પાર્ટી કહે છે કે દિલ્હીમાં કોઈ નેતૃત્વ પરિવર્તન થશે નહીં અને સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link