નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા પહોંચ્યા સીએમ રૂપાણી, જુઓ તસવીરો
નવા વર્ષમાંમાં નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે ભદ્રકાળી મંદિર ખાતે નગરદેવીની મંગળા આરતી કરવામાં આવી હતી.
માં નગરદેવીને બેસતાં વર્ષમાં દર વર્ષે અનોખો શણગાર કરવામાં આવતો હોય છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ માંને રાજ રાજેશ્વરીનું વિશેષ શણગાર કરવામાં આવ્યું છે.
નગરદેવી માં દર્શન કરવા ક્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તેમણે સહુથી પહેલા આ પરંપરાની શરૂઆત કરી હતી.
આનંદીબેન પટેલ પણ બેસતા વર્ષના દિવસે નગરદેવીના દર્શન કરવા માટે આવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માં ભદ્ર કાળીના દર્શન કરવા આવી પહોંચ્યા અને માં ભદ્રકાળીની પૂજા અર્ચના કરી શીશ ઝુકાવ્યું હતું.