મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રયાગરાજમાં, વટવૃક્ષના કર્યા દર્શન, હનુમાનની કરી પૂજા

Fri, 08 Feb 2019-6:22 pm,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અક્ષય વટની મુલાકાત લીધી હતી. આ અત્યંત પ્રાચીન વટવૃક્ષ છે. તેમણે અહીં બેસીને ધ્યાન ધર્યું હતું. તેમની સાથે રહેલા પૂજારીએ મુખ્યમંત્રી અને તેમનાં પત્નીને વટ વૃક્ષનું મહાત્મ્ય સમજાવ્યું હતું. 

પ્રયાગરાજમાં ભારતનું એકમાત્ર એવું સુતેલા હનુમાનજીનું મંદિર છે. હનુમાનજીની મુર્તિ હંમેશાં બેસેલી અવસ્થામાં કે ઊભી અવસ્થામાં હોય છે, પરંતુ અહીં હનુમાનજી સુઈ રહેલી અવસ્થામાં છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. 

પ્રયાગરાજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંતો-મહંતોની મુલાકાત લીધી હતી. સાધુઓએ મુખ્યમંત્રીનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. 

પ્રયાગરાજમાં પ્રાચીન અને વિશાળ એવું અક્ષય વટ (વડનું ઝાડ) આવેલું છે. મુખ્યમંત્રી અને તેમનાં પત્ની અંજલી રૂપાણીએ અહીં નાની દેરીમાં મુકવામાં આવેલી ભગવાનની મૂર્તિઓની પૂજા કરી હતી.   

મુખ્યમંત્રી રૂપાણી ગુરૂવારે વારાણસીની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે સંધ્યાકાળે આયોજિત ગંગા આરતીમાં ભાગ લીધો હતો. એ સમયે તેમણે પત્ની સાથે ઘાટ ઉપર એક તસવીર પણ પડાવી હતી.   

પ્રયાગરાજમાં મુખ્યમંત્રીએ વિવિધ અખાડાઓની પણ મુલાકાત લીધી હતી. એક અખાડામાં પ્રગટી રહેલા હવન કૂંડમાં મુખ્યમંત્રીએ પત્ની સાથે પૂજા કરી હતી. 

ગુરૂવારે વારાણસીમાં ગંગા આરતીમાં ભાગ લેતાં પહેલાં મુખ્યમંત્રી પ્રખ્યાત ઘાટ પર બેસીને ગંગા નદીનો સુંદર નજારો જોયો હતો. 

વારાણસીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પત્ની સાથે સંધ્યાકાળે યોજાતી ગંગાની મહાઆરતીમાં ભાગ લીધો હતો અને પંડીતો સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી હતી. 

વારાણસીમાં આરતી માટે એક સુંદર ઘાટ બનાવાયો છે. અહીં સંધ્યાકાળે યોજાતી મહાઆરતીમાં અત્યંત સુંદર મનોરમ્ય દૃશ્ય સર્જાતું હોય છે. મોટી સંખ્યામાં લોકો અને પંડિતો નિયમિત રીતે માં ગંગાની મહાઆરતીમાં ભાગ લેતા હોય છે. 

ભારતીય સંસ્કૃતિથી દેશ-વિદેશના લોકો પ્રભાવિત થતા હોય છે. કુંભ મેળામાં અસંખ્ય વિદેશી સાધુઓ પણ આપણને જોવા મળે છે. આ લોકો ભારતીય સંસ્કૃતિ અને ધર્મથી પ્રભાવિત થઈને સાધુ બની ગયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ આવા જ એક અખાડાની મુલાકાત લીધી હતી, જેમાં કેટલાક વિદેશી સાધુઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રયાગરાજમાં આવેલા અત્યંત પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતા વડના વિશાળ વૃક્ષ એવા 'અક્ષય વટ'ની મુલાકાતે પણ ગયા હતા. અહીં તેમણે પૂજા કરી હતી. તેમની સાથે એક સાધુ આવ્યા હતા, જેમણે અહીંના ધાર્મિક મહત્વ અંગે મુખ્યમંત્રી અને તેમનાં પત્નીને વિગતવાર માહિતી આપી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link