સીએમ વિજય રૂપાણીએ વીડિયો કોલથી કરી સોમનાથ મહાદેવની પૂજા, કોરોનાથી મુક્તિ માટે કરી પ્રાર્થના
કોરોના વાયરસના પ્રકોપથી દેશ અને ગુજરાતને મુક્તિ મળે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા.
ભગવાન સોમનાથ દાદાની પૂજા કરી આશીર્વાદ મેળવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન રૂપાણી.
કોરોના વાયરસના પ્રકોપથી દેશ અને ગુજરાતને મુક્તિ મળે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સવારે પોતાના પત્ની સાથે વીડિયો કોલિંગથી ઇ સંકલ્પ કરીને ભગવાન સોમનાથ મહાદેવના પૂજા પાઠ કર્યા હતા.
સીએમે ગુજરાત અને દેશ કોરોનાથી મુક્ત બને તે માટે ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.