Corona Vaccine માટે Co-WIN App પર કરવું પડશે રજિસ્ટર, જાણો એપ સાથે જોડાયેલી ખાસ વાતો

Wed, 09 Dec 2020-12:49 pm,

કોવિન એપ (Co-WIN App) વડે રસીકરણની પ્રક્રિયા, વહિવટી પ્રવૃતિઓ, રસીકરણ કર્મીઓ અને તેના લોકો માટે એક મંચની માફક કામ કરશે, જેમને વેક્સીન લગાવવાની છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે સરકાર ત્રણ તબક્કામાં રસી લગાવશે. તેમાં પહેલાં તબક્કામાં તમામ ફ્રંટલાઇન હેલ્થકેર પ્રોફેશનલ્સ અને બીજા તબક્કામાં ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા લોકોને વેક્સીનની રસી લાગશે. રાજ્ય સરકારે આ લોકોનો ડેટા એકઠો કરવામાં લાગી છે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં તે લોકોને વેક્સીન લગાવવામાં આવશે, જે ગંભીર બિમારીઓનો શિકાર છે. 

આ સાથે જ સેલ્ફ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ જશે. સેલ્ફ રજિસ્ટ્રેશન Co-WIN એપ દ્વારા કરવામાં આવશે. 

કોવિન એપમાં 5 મોડ્યૂલ છે. પ્રથમ વહિવટી મોડ્યૂલ, બીજું રજિસ્ટ્રેશન મોડ્યૂલ, ત્રીજું વેક્સીનેશન મોડ્યૂલ, ચોથું લાભાન્વિત સ્વિકૃતિ મોડ્યૂલ અને પાંચ રિપોર્ટ મોડ્યૂલ. સમાચારો અનુસાર એક વ્યક્તિના રસીકરણમાં 30 મિનિટનો સમય લાગશે અને દરેક સેશનમાં 100 લોકોને વેક્સીન લગાવવામાં આવશે. 

વહિવટી મોડ્યૂલ તે લોકો માટે છે જે રસીકરણ કાર્યક્રમનું સંચાલન કરશે. આ મોડ્યૂલ દ્વારા તે સેશન નક્કી કરી શકે છે, જેના દ્વારા રસી લગાવનાર લોકો અને વ્યવસ્થાપકોને નોટિફિકેશન દ્વારા જાણકારી મળી જશે. રજિસ્ટ્રેશન મોડ્યૂલ તે લોકો માટે હશે જે રસીકરણ કાર્યક્રમ માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવશે. વેક્સીનેશન મોડ્યૂલ તે લોકોની જાણકારીઓને વેરિફાય કરશે, જે રસી લગાવવા માટે રજિસ્ટ્રેશન કરશે અને તેના વિશે સ્ટેટસ અપડેટ કરશે. બેનિફિશિયલ એપ્રૂવલ મોડ્યૂલ દ્વારા રસીકરણનો લાભ લેનાર લોકોને મેસેજ મોકલવામાં આવશે. સાથે જ તેના ક્યૂઆર કોડ પણ જનરેટ થશે અને લોકોને વેક્સીન લગાવવાનું ઇ-પ્રમાણપત્ર મળી જશે. તો બીજી તરફ મોડ્યૂલ દ્વારા રસીકરણ કાર્યક્રમ સાથે જોડાયેલા રિપોર્ટ તૈયાર થશે, જેમ કે રસીકરણના કેટલા સેશન થયા, કેટલા લોકોને રસી લગાવી, કેટલા લોકોએ રજિસ્ટ્રેશન પછી રસી ન લગાવી. 

સ્વાસ્થ્ય સચિવ રાકેશ ભૂષણે કહ્યું કે દેશના દરેક વ્યક્તિને રસી લાગશે, જે તેને લગાવવા ઇચ્છે છે. તેમાં લગભગ એક કરોડ સ્વાસ્થ્ય કાર્યકર્તા, બે કરોડ ફ્રન્ટાલાઇન વર્કર અને 27 કરોડ સિલેક્ટેડ ઉંમરના લોકો સામે છે. આ સાથે જ તેમણે કહ્યું કે કેદ્ર સરકાર નક્કી કરશે કે આગળના તબક્કામાં શું થશે. કોરોના વાયરસની ઉપલબ્ધતાના આધારે આ બધી વસ્તુઓ ક્રમશ: ચાલતી રહેશે. 

સીરમ ઇંસ્ટીટ્યોટ અને ભારત-બાયોટેકએ ભારતમાં વેક્સીનના ઇમરજન્સી યૂઝ લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે. જોકે આ બંને પહેલાં ફાઇજર ઇન્ડિયા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા પાસે ઇમરજન્સી યૂઝ માટે એપ્લાય કર્યું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link