સારા અલી ખાન અને માનુષી છિલ્લર પછી Diana Penty નો Cannes લુક થયો વાયરલ
ડાયના પેન્ટીએ એટલી ફિલ્મો નથી કરી પરંતુ લોકો તેને ખૂબ પસંદ કરે છે. સારા અલી ખાન અને માનુષી છિલ્લરની જેમ ડાયના પણ આ વર્ષે કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળવાની છે.
ડાયના પેન્ટી આ વર્ષે Cannes 2023માં ડેબ્યૂ કરી રહી છે. અને તેનો પ્રથમ કાન્સ લુક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસના ચમકદાર આઉટફીટે લોકોના દિલ જીતી લીધા છે..
આ ફોટામાં તમે Diana Penty ને જોઈ શકો છો જે ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં છે. ડાયના આ ફોટામાં એકદમ 'ગ્લોઇંગ' લાગી રહી છે.
ડાયના પેન્ટીના આ પાતળા લાંબા સ્કર્ટ અને સેક્સી ડિઝાઇનના ક્રોપ ટોપને ભારતીય ડિઝાઇનર જોડી ફાલ્ગુની અને શેન પીકોક દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ તસવીરો ખુદ ડાયના પેન્ટીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને આમાં અભિનેત્રી તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરી રહી છે અને સાથે જ તેનો લાઇટ મેકઅપ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.