Coldest Places: આ છે ભારતના સૌથી ઠંડા શહેર, દેશમાં કાળઝાળ ગરમી હોય પણ અહીંયા ધ્રુજાવી દેતી ઠંડી પડે
ભારત વિવિધતા ધરાવતો દેશ છે. અહીં અલગ અલગ શહેરોના તાપમાન પણ અલગ અલગ હોય છે. પરંતુ ભારતની કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં મે-જૂન મહિનામાં પણ ધ્રુજાવી દે તેવી ઠંડી પડે છે. જો તમે ગરમીમાં ઠંડીનો અનુભવ કરવા માંગો છો તો ભારતના આ શહેરોની મુલાકાત એકવાર લેવા જેવી છે.
લેહ લદ્દાખમાં આખું વર્ષ ઠંડી રહે છે. આ જગ્યા હિમાલયની પર્વતમાળા વચ્ચે આવેલી છે. શિયાળામાં અહીં તાપમાન માઈનસમાં હોય છે. જ્યારે ઉનાળામાં અહીં તાપમાન 2થી 12 ડીગ્રી વચ્ચે હોય છે. મે જૂન મહિનામાં પણ અહીં હાડધ્રુજાવી દે તેવી ઠંડી હોય છે.
એપ્રિલ મહિનાથી જ દેશભરના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવા લાગે છે પરંતુ દ્રાસ શહેરમાં આ સમયે તાપમાન 7 ડિગ્રી જ હોય છે. દ્રાસ લેહ લદ્દાખમાં કારગિલ જિલ્લાનું એક ટાઉન છે. જેને ભારતનું સૌથી ઠંડુ શહેર માનવામાં આવે છે.
સિયાચિન ગ્લેશિયર પણ સૌથી ઠંડા સ્થળમાંથી એક છે. અહીં તાપમાન 0 થી -50 ડિગ્રી જઈ શકે છે. સિયાચિન ગ્લેશિયર હિમાલયની પૂર્વી કારાકોરમ પર્વતમાળામાં ભારત-પાક નિયંત્રણ રેખા પાસે સ્થિત છે.
અરુણાચલ પ્રદેશનું તવાંગ શહેર પણ સૌથી ઠંડી જગ્યાઓમાંથી એક છે. આ જગ્યાએ શિયાળામાં બરફ વર્ષા અને હિમસ્ખલન પણ થાય છે. જ્યારે ઉનાળામાં અહીં તાપમાન પ્રમાણમાં ઓછું હોય છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા અને ઠંડક માણવા ઉનાળામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.