આ તસવીરો જોઈને થઈ જશો અભિભૂત! કચ્છના આ મેળામાં PM મોદીના સંસ્મરણોની ગજબની ગેલેરી ઊભી કરાઈ

Wed, 04 Oct 2023-6:03 pm,

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ તેમને કચ્છ અને કચ્છની પ્રજા પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેટલી વાર કચ્છની મુલાકાત લીધી છે તે મુલાકાત દરમિયાનની તસવીરોનું પ્રદર્શન કચ્છના સૌથી મોટા મેળામાં આયોજન કરવામાં આવ્યું છે.17 એકરમાં ઊભા કરેલા આ ભાતીગળ મેળામાં સવાયા કચ્છી તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદીની કચ્છ પ્રવાસ દરમિયાનની સંસ્મરણોની પ્રદર્શની આકર્ષણનું કેન્દ્ર બની છે.

જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવ્યા છે ત્યારે ત્યારે નરેન્દ્ર મોદીએ કચ્છના લોકો સાથે અહીંની સ્થાનિક ભાષામાં વાત કરી તેમની લાગણીઓ વ્યક્ત કરી છે. તો કચ્છીઓએ પણ તેમને એટલી જ ચાહના આપી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરહદી જિલ્લા કચ્છ પ્રત્યે હંમેશાથી વિશેષ લગાવ રહ્યું છે અને વિદેશમાં પણ કચ્છ અને કચ્છીઓના ખમીર અંગે પોતાના વક્તવ્યમાં ઉલ્લેખ કરતા હોય છે.કચ્છ જિલ્લો નરેન્દ્ર મોદીનો પહેલેથી જ સર્વાધિક પ્રિય જિલ્લો રહ્યો છે.

વર્ષ 2001માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપમાં કચ્છમાં સર્વસ્વ વિનાશ થઈ ગયું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ કચ્છમાં એક કાર્યકર્તાના સ્વરૂપે કચ્છના ગામડે ગામડે પર ફર્યા હતા અને અસરગ્રસ્તોને સહાય પણ કરી હતી. તો તે સમયે ભૂકંપગ્રસ્ત થયેલા લોકોની સમસ્યા જાણી અને સમસ્યા દૂર કરવાના પ્રયત્નો પણ કર્યા હતા અને સેવા હી સાધના માનીને લોકોની સેવા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીના પદ પર હતા ત્યારે પણ કચ્છના લોકોની વચ્ચે અનેકવાર આવ્યા છે. મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે તેઓ કચ્છની 87 વખત મુલાકાત લઈ ચૂક્યા છે અને કુલ અંદાજિત 93 વખત તેઓ કચ્છની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી હતાં તે સમયે પણ નરેન્દ્ર મોદી અનેકવાર કચ્છની મુલાકાતે આવ્યા છે અને હાલમાં દેશના વડાપ્રધાન છે ત્યારે પણ અનેક વાર કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે અને કચ્છ જિલ્લાની મુલાકાતે જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે ત્યારે તેમને કચ્છને વિશેષ ભેટ આપી છે હાલમાં 28 ઓગસ્ટ 2022માં વર્ષ 2001માં આવેલ વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલ લોકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મૃતિવન તેમજ અંજારમાં વીર બાળ સ્મારક, ઊંટડીના દૂધનું સરહદ ડેરીનું પ્લાન્ટ જેવા વિવિધ વિકાસના કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની મુલાકાત દરમિયાન કચ્છના નારાયણ સરોવર કોટેશ્વરની મુલાકાત લીધી તે સમયની તસવીરો અહીં પ્રદર્શન અર્થે લગાડવામાં આવી છે. તો અનેક વાર વિશ્વ પ્રસિદ્ધ કચ્છના સફેદ રણની મુલાકાતે પણ નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે. ઉપરાંત કચ્છના માંડવીમાં વર્ષ 2012માં યોજાયેલ સદભાવના મિશનમાં પણ નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના જીવાદોરી સમાન નર્મદાના નીરના વધામણા તથા ટપ્પર ડેમમાં નર્મદાના પાણી પહોંચાડવાનું શુભારંભ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત માંડવી દરિયાકિનારે આયોજિત થયેલ રેત શિલ્પ સમયના, કચ્છી તહેવાર અષાઢી બીજના દિવસે, કચ્છ કાર્નિવલ સમયે પણ નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવ્યા હતા.તો અનેકવાર કચ્છના પ્રખ્યાત સફેદ રણ ખાતે યોજાતી ચિંતન શિબિરમાં પણ નરેન્દ્ર મોદીએ ભાગ લીધો છે. ભારતીય જનતા પાર્ટીની વિવિધ યોજનાઓ માટે તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી વખતે, ગરીબ કલ્યાણ મેળામાં, ધર્મશાળા બોર્ડર પર ધ્વજવંદન કાર્યક્રમમાં, સ્વામી વિવેકાનંદ યુવા પરિષદ સમયે, સ્વામિનારાયણ મંદિરના પ્રોગ્રામ સમયે,મેં નહિ હમ કાર્યક્રમમાં, બીએસએફના જવાનો સાથેના દિવાળી મિલન તે સમયની તસવીરો પણ આ મેળામાં યોજાયેલ પ્રદર્શનીમાં મૂકવામાં આવી છે.

આ પ્રદર્શનીમાં ચંદ્રયાન 3 અને રામ મંદિરના સેલ્ફી પોઇન્ટ પણ અહીં ઉભા કરવામાં આવ્યા છે.જેમાં મેળામાં મુલાકાત લેવા આવેલા લોકો સેલ્ફી વિથ નમો ક્લિક કરી રહ્યા છે. સાથે જ નરેન્દ્ર મોદીની કચ્છ પુનઃનિર્માણ વિચાર ગોષ્ટી 2001 સમયની તસવીરોનું પ્રદર્શન - અંજાર ખાતે યોજાયેલ સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોત રથના સ્વાગત સમારોહ સમયે પણ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા જેના સંસ્મરણોની તસવીરો પણ અહીં રાખવામાં આવી છે. 

નરેન્દ્ર મોદીએ ભુજ ખાતેના એરફોર્સ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી ત્યારની તસવીરો,જનરલ હોસ્પિટલના લોકાર્પણ સમયેની તસવીરો, ભાડા કચેરીના ઉદ્ઘાટન સમયની તસવીરો, વિરાંજલી યાત્રાની તસવીરો, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જન્મ સ્થળ માંડવી ખાતેની અસ્થીકળશ લાવ્યા તે સમયના મુલાકાત સમયની તસવીરો આ ઉપરાંત જે.પી.સિમેન્ટ પ્લાન્ટ, કાળો ડુંગર ખાતે યોજાયેલ કાર્યક્રમ, પાલારા જેલ અર્પણ વિધિ, વેલસ્પન કંપનીના ઉદ્ઘાટન સમયની તસવીરોનું પ્રદર્શન આજે અહીં ગોઠવવામાં આવ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link