Coronavirus: કોરોનાના દર્દીઓ માટે જીવલેણ થઇ શકે છે આ ભૂલો, ભૂલથી પણ ના કરશો

Wed, 21 Apr 2021-8:00 pm,

કોરોનાથી સંક્રમિત થયા બાદ લક્ષણ ગંભીર ન થઇ જાય તેનાથી બચવા માટે ઘણૅઅ દર્દી ડોક્ટરની સલાહ વિના પેનકિલર અને એંટીબાયોટિક દવાઓ લઇ રહ્યા છે. આમ ભૂલથી પણ ન કરો નહીતર જીવલેણ સાબિત થઇ શકે છે. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો કોવિડ 19ની કોઇ નક્કર સારવાર નથી અને ડોક્ટર હોમ આઇસોલેશનવાળા દર્દીઓને જે દવા આપી રહ્યા છે તે ફક્ત રિકવર થવાના લક્ષણોને રોકવાને રોકવા માટે છે. એટલા માટે ડોક્ટરની સલાહ વિના પોતાના મનથી દવા ન લો.

જોકે કોવિડ 19 એક વાયરલ બિમારી છે એટલા માટે તેમાં એંટીબાયોટિક દવા કોઇ કામ નહી કરે કારણ કે એંટીબાયોટિક ફક્ત બેક્ટેરિયાથી થનાર બિમારીમાં કામ કરે છે. જોકે એંટીબાયોટિક ન લે. સાથે જ જાતે જ વાયરસને દૂર કરવા માટે એંટીબાયોટિકલ સાબુ યોઝ કરવાના બદલે આલ્કોહોલવાળા સેનિટાઇઝરનો ઉપયોગ કરો.  

હોમ આઇસોલેશનમાં રહેનાર દર્દીઓની સલાહ પર તાવ અને માથાના દુખાવામાંથી રાહત આપવા માટે પેરાસિટામોલ અને આઇબ્રૂપ્રોફેન જેવી દવાઓ લઇ શકો છો. તો બીજી તરફ કોરોનાના લીધે થઇ રહેલી ખાંસીમાંથી રાહત મેળવવા માટે કફ સિરપ લઇ શકો છો પરંતુ ડોક્ટરથી પૂછ્યા વિના ન લો. 

ગળામાં ખરાશ થઇ હોય તો દવા ખાવાના બદલે સામાન્ય નવસેકા પાણીમાં મીઠું નાખીને કોગળા કરો, મધ અને આદુ પણ લઇ શકો છો. આ પણ ગળામાં ખરાશની સમસ્યા ઠીક કરવામાં ફાયદાકારક ગણવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે શરીર ઇંફેક્શનથી ઝઝૂમી રહ્યું હોય તો ઇમ્યુનિટી વધારવાની જરૂરી છે. એટલા માટે શરીરમાં પાણી ઉણપ ન થવા દો. એવામાં ફળ ખાવ જેમાં પાણી હોય, તરબૂચ, કાકડી અને ફાઇબરવાળી વસ્તુઓ ખાવ. 

કોરોનાથી બચવા માટે ઘણા બધા લોકો હાલ ઘણા આયુર્વેદિક અને પારંપારિક દવાઓનું સેવાન કરી રહ્યા છે. કોઇપણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પૂછ્યા વિના પોતાના મનથી કોઇપણ દવા ન લો. તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ પડી શકે છે. 

મોટાભાગે કેલરીવાળી, સેચુરેટેડ ફેટ અને વધુ ખાંડવાળી વસ્તુઓ બિલકુલ ન ખાવ. વજન વધી ગયું તો સંક્રમણ્નો ખતરો વધી જાય છે. એટલા માટે ફાઇબરથી ભરપૂર સ્વસ્થ અને સંતુલિત ભોજન કરો. તાજા ફળ અને શાકભાજી, જ્યૂસ વગેરે પીઓ. 

(નોંધ: કોઇપણ ઉપાયને કરતાં પહેલાં હંમેશા કોઇપણ વિશેષજ્ઞ અથવા ચિકિત્સક સાથે ચર્ચા કરો. Zee News આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link