CWG 2022 Opening Ceremony: ઓપનિંગ સેરેમનીમાં આ સ્ટાર ભારતીય ખેલાડીની ગેરહાજરી ઊડીને આંખે વળગી, જુઓ PICS

Fri, 29 Jul 2022-3:13 pm,

Commonwealth Games 2022 Opening Ceremony: 22માં કોમનવેલ્થ ગેમ્સની રંગેચંગે શરૂઆત ગુરુવારથી થઈ. બર્મિંઘમના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં શાનદાર ઓપનિંગ સેરેમની થઈ. જેમાં ભારતીયોનો પણ ખુબ જલવો જોવા મળ્યો.

તમામ ખેલાડીઓ આજથી મેદાનમાં ઉતરી રહ્યા છે. શાનદાર ઓપનિંગ સેરેમની જુઓ તસવીરોમાં...

ઓપનિંગ સેરેમનીની મજા માણી રહેલા ભારતીયો ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા. 

આ ઓપનિંગ સેરેમનીમાં ભારતીય દળનું નેતૃત્વ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે કર્યું. 

બે વારના ઓલિમ્પિક મેડલિસ્ટ પી વી સિંધુ સતત બીજીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ધ્વજવાહક રહ્યા. 

પીવી સિંધુ બાદ બીજા ભારતીય ધ્વજવાહક ટોકિયો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ અપાવનારા મનપ્રીત સિંહ રહ્યા. મનપ્રીત ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન છે. પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.   

ઓપનિંગ સેરેમનીમાં કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ રોયલ નેવીએ ફરકાવ્યો હતો. હવે આ ઝંડો આગામી 11 દિવસ સુધી  ફરકતો રહેશે. 11 દિવસ સુધી દુનિયાના 72 દશોના 5000થી વધુ એથલિટ્સ પોતાનો દમ દેખાડશે. કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ચાલશે. 

કોમનવેલ્થ ગેમ્સ પહેલા એવા મોટા સ્તરનું ખેલ આયોજન છે જે કોવિડ-19 મહામારી બાદ કોઈ પણ પ્રતિબંધ વગર થઈ રહ્યું છે. આ બધા વચ્ચે લાલ સફેદ અને નીલા લંગની 70 કારોએ મળીને બ્રિટનનો ધ્વજ યુનિયન જેક બનાવ્યો હતો. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું પ્રતિનિધિત્વ કરતા પ્રિ્સ ચાર્લ્સ પણ ડચેસ અને કોર્નવાલ સાથે પોતાની એસ્ટન માર્ટિન કારમાં પહોંચ્યા. શહેરના મોટર ઉદ્યોગ ઈતિહાસને જણાવવા માટે કારોનો આ રીતે ઉપયોગ કરાયો.   

આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી 200થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગત વખતે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. 

વર્ષ 2010માં ભારતે કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરી હતી. ત્યારે ભારતીય ખેલાડીઓનો નંબર આવ્યો ત્યારે લોકોએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું હતું. 

લંડન ઓલિમ્પિક 2012 બાદ આ ખેલ બ્રિટનનો સૌથી મોટો અને ખર્ચાળ  ખેલ બની રહ્યો છે. લંડન ઓલિમ્પિકના બરાબર 10 વર્ષ બાદ તેનું આયોજન થઈ રહ્યું છે.

આ વખતે ભાલાફેંકમાં ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડા ઈજાગ્રસ્ત થતા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link