1961 પછી ગુજરાતમાં મળી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક, લોકસભા ચૂંટણીનો ફૂંકાયો શંખનાદ

Tue, 12 Mar 2019-10:40 pm,

કોંગ્રેસે પોતાના આધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, 'મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કરવામાં આવેલી દાંડી માર્ચની આજે વર્ષગાંઠ છે. આ દાંડી માર્ચે ભારતની આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ માર્ચ બ્રિટિશરો દ્વારા નમક પર લાદવામાં આવેલી કઠોર અને દમનકારી નીતિઓનો અહિંસક વિરોધ હતો.'

અમદાવાદ આવી પહોંચેલા કોંગ્રેસના નેતાઓ સૌથી પહેલા સીધા જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અહીં તમામ નેતાઓએ સમગ્ર ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.   

રાહુલ ગાંધીના માતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા હતા. તેમણે ગાંધીઆશ્રમમાં ઝાડ નીચે પુત્ર સાથે બેસીને ભજન સાંભળ્યા હતા.

સોનિયા ગાંધીએ ગાંધી આશ્રમમાં બનેલા શહીદ સ્મારકમાં પુષ્પાંજલિ અર્પિત કરી હતી. 

દેશના પૂર્વ વડા પ્રધાન, પૂર્વ નાણામંત્રી અને પૂર્વ આરબીઆઈ ગવર્નર એવા ડો. મનમોહન સિંહ પણ કોંગ્રેસની ટીમ સાથે આવ્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત લઈને તેઓ અભિભૂત થઈ ગયા હતા. તેમણે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આર્પિત કરી હતી. 

ગાંધી આશ્રમમાં એક ભજન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કોંગ્રેસની સમગ્ર ટીમે ઝાડ નીચે બેસીને ગાંધીજીના પ્રિય ભજનો સાંભળ્યા હતા. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક'માં દેશના લોખંડી પુરુષના બાવલાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અમદાવાદના શાહીબાગમાં આવેલા 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક'માં દેશના લોખંડી પુરુષના બાવલાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક'માં દેશના લોખંડી પુરુષના બાવલાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

અમદાવાદના શાહીબાગમાં આવેલા 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક'માં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક શરૂ થતાં પહેલાં તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. 

તાજેતરમાં જ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશેલા પ્રિયંકા ગાંધી સૌ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ આ બેઠકમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતા. 

કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં કાર્યસમિતિની બેઠક પુરી થયા બાદ અડાલજ નજીક આવેલા ત્રિમંદિર પાસે એક વિશાળ જનસંકલ્પ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. લગભગ 3 લાખ જેટલા લોકો આ રેલીમાં આવ્યા હતા. 

ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે આ જનસંકલ્પ રેલીમાં વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. રાહુલ ગાંધીએ ખેસ પહેરાવીને હાર્દિકને પાર્ટીમાં સામેલ કર્યો હતો. હાર્દિક પટેલે કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં સંબોધન પણ કર્યું હતું. 

રાજકારણમાં પ્રવેશ બાદ પ્રિયંકા ગાંધીએ સૌ પ્રથમ વખત રેલીમાં સંબોધન કર્યું હતું. પ્રિયંકાએ લોકોને જણાવ્યું કે, તમે જાગૃત બનો તેનાથી મોટી બીજી કોઈ દેશભક્તિ નતી. તમારી જાગૃતી એક હથિયાર છે. આ એવો હથિયાર છે, જેનાથી કોઈને દુખ આપવાનું નથી કે કોઈને ઈજા પહોંચાડવાની નથી. દેશમાં વેરભાવ ફેલાવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે જ નક્કી કરવાનું છે કે તમારા વોટની કિંમત કેટલી છે. 

રાહુલ ગાંધીએ જનસંકલ્પ રેલીમાં સંબોધન કરતા જણાવ્યું કે, "અમે અહીં મીટિંગનું આયોજન એટલા માટે કર્યું છે, કેમ કે દેશમાં બે વિચારધારાની લડાઈ છે અને બંને વિચારધારા ગુજરાતમાં તમને મળશે. આ દેશને મહાત્મા ગાંધી અને ગુજરાતે બનાવ્યો છે. બીજી શક્તિઓ આજે દેશને નબળો પાડવાના પ્રયાસ કરી રહી છે. લોકોમાં ભાગલા પાડવામાં આવી રહ્યા છે." રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓ પર ટીકા કરી હતી. નોટબંધી અને જીએસટી પર સવાલો ઉઠાવ્યા હતા.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link