આ છે Bollywood ની સૌથી બદનામ પાર્ટી, મોટા-મોટા સેલિબ્રિટી આવ્યા હતા ચર્ચામાં
વર્ષ 2019માં કરણ જોહરની હાઉસ પાર્ટીની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ. તેમાં ઘણા સ્ટાર્સ જોવા મળ્યા. ઘણા લોકોએ આ એક્ટર્સ પર ડ્રગ લેવાનો આરોપ લગાવ્યો હતો. શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિરસાની ફરિયાદના આધાર પર એનસીબીએ કથિત ડ્રગ પાર્ટીની તપાસ કરી હતી. પાર્ટીમાં વિક્કી કૌશલ, વરૂણ ધવન, શાહિદ કપૂર, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, મલાઇકા અરોડા, અર્જુન કપૂર, અયાન મુખર્જી અને જોયા અખ્તર સહિત અનેક કલાકારો હાજર હતા. ડાયરેક્ટરે તે દાવો પણ કર્યો કે તેમના માતા પાર્ટીમાં હાજર હતા અને કંઈ ગેરકાયદેસર રહ્યુ હોત તો તેમણે ક્લિપ પોસ્ટ ન કરી હોત. પરંતુ બાદમાં એનસીબીએ તેને ક્લીન ચિટ આપી દીધી હતી.
આ લગભગ બે સેલિબ્રિટી વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ હતી. પરંતુ કોઈ સાચી કહાની જાણતું નથી. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર તે કહેવામાં આવ્યું કે સલમાન ખાને પોતાની ફિલ્મ મેં ઔર મિસેજ ખન્નામાં કેમિયો કરવાથી ઇનકાર કરવા માટે કિંગ ખાન પ્રત્યે વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી. આ વાતને લઈને બંને વચ્ચે વિવાદ થઈ ગયો હતો. શાહરૂખે પણ એક્ટરની ફ્લોપ ફિલ્મની મજાક બનાવી દીધી હતી.
મીકા સિંહની બર્થડે પાર્ટી પણ ખુબ ચર્ચામાં રહી હતી. કેક કાપ્યા બાદ રાખીને મીકાએ બળજબરીથી કિસ કરી લીધી હતી. તેનો વીડિયો અને તસવીરો વાયરલ થતી રહે છે. આ પાર્ટીથી બંને ચર્ચામાં આવી ગયા હતા.
TOI ના રિપોર્ટ પ્રમાણે શિરીષ કુંદરા એક જાણીતી ક્લબમાં સંજય દત્તની બર્થડે પાર્ટી દરમિયાન શાહરૂખની આજુ-બાજુ ફરતા રહ્યા. તેણે ડાન્સ ફ્લોર પર તેનો પીછો પણ કર્યો, પરંતુ શાહરૂખ તેને નજરઅંદાજ કરતો રહ્યો. ત્યારબાદ શાહરૂખ ગુસ્સે થયો અને ડાયરેક્ટરને થપ્પડ મારી દીધી જ્યારે તે જવાનો હતો.
ઈન્ડિયા ટુડેમાં છપાયેલા રિપોર્ટ અનુસાર શાહરૂખ કરણ જોહરના નવા ઘરના એક ખુણામાં સિગારેટ પી રહ્યો હતો, ત્યારે રિતિક રોશન તેની પાસે સિગારેટ માંગવા આવ્યો. શાહરૂખે રિતિકને સિગારેટ આપી અને કહ્યું- આ એક્ટિંગ વાળી સિગારેટ છે. તેનાથી ધુમ્રપાન કર્યા બાદ તું એક્ટિંગ શીખી જઈશ.
શાહરૂખ ખાનની જેમ તેનો પુત્ર આર્યન ખાન પણ પાર્ટીનો શોખીન છે. શનિવારે તે રેવ પાર્ટીમાં પહોંચ્યો. જ્યાં થયેલી એનસીબીની રેડ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ કેસમાં આર્યન 7 ઓક્ટોબર સુધી ન્યાયીક કસ્ટડીમાં છે.