સ્ટીલના વાસણ અથવા ટિફિનમાં ભોજન કરો છો, તો જરા જાણી લો સચ્ચાઇ, તાત્કાલિક બદલી દેશો

Fri, 26 Nov 2021-4:27 pm,

સામાન્ય રીતે ઘરોમાં સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ભોજન બનાવતાં અને ભોજનથી શરીરને કોઇ ફાયદો મળતો નથી. ખૂબ ધીમા તાપે ભોજન બનાવવાથી તેમાં હાજર કેમિકલ રિએક્ટ કરે છે. તેની સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ પેદા થઇ શકે છે. સ્ટીલના વાસણ કાર્બન, ક્રોમિયમ અને નિક્લ આ ત્રણ મેટલથી મળીને બને છે. 

પીતળના વાસણોમાં ભોજન બનાવવાથી ઘણા પોષક તત્વોથી યુક્ત હોય છે. તેમાં બનાવેલા ભોજનમાં વધુ માત્રમાં જિંક હોય છે. આ શરીરમાં બ્લડ કાઉન્ટને વધારે છે અને લોહીને પ્યૂરીફાઇ કરે છે. પીતળના વાસણોમાં ભોજન બનાવવાથી તેમાંથી નેચરલ ઓઇલ નિકળે છે, જે ભોજનમાં મળી જાય અને આ ભોજનનો સ્વાદ વધી જાય છે. 

પીતળના ગ્લાસમાં રાત્રે પાણી ભરીને રાખો અને તેને સવારે ખાલી પેટ પીઓ. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી બિમારીઓ સાથે લડવામાં મદદ મળે છે. 

પીતળના વાસણોમાં ભોજન શ્વસન તંત્રને પણ મજબૂત બનાવે છે. તેમાં બનાવેલું ભોજ શ્વાસ સાથે જોડાયેલી બિમારીઓમાં તમને ફાયદો પહોંચાડશે. 

પીતળના વાસણોમાં ભોજન રાંધવાથી અને તેમાં ખાવાથી તેનામાંથી નિકળનાર મિલેનિયમ તત્વ ભોજનમાં ભળી જાય છે અને સ્કીન માટે પણ ફાયદાકારક હોય છે. વાસણોની ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખો. 

પીતળના વાસણોમાં ભોજન રાંધતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખો. ઘણીવાર પીતળના વાસણોમાં ભોજન રાંધવાથી અથવા તેમાં ખાવાથી સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. ક્યારેક તે વાસણોમાં એસિડિક ફૂડ્સ જેમ કે લીંબૂ, ટામેટા જેવી વસ્તુઓ ન બનાવો જેમાં ખાટા તત્વ અથવા એસિડ ઉપલબ્ધ હોય. પીતળના વાસણ સમય સાથે ઓક્સીજન સાથે પ્રક્રિયા કરીને કાળા પડવા લાગે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલા ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો.  ZEE NEWS તેની પુષ્ટિ કરે છે.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link