કોરોના સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વ્હાઈટ હાઉસ પહોંચ્યા...દાખવી મસમોટી બેદરકારી, જુઓ PHOTOS

Tue, 06 Oct 2020-10:33 am,

ટ્રમ્પે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા જેવા તેઓ વ્હાઈટ હાઉસ પહોંચ્યા કે પોતાનું માસ્ક કાઢી નાખ્યું. ટ્રમ્પ હજુ પણ કોરોના સંક્રમિત છે અને તેઓ ઈમરજન્સી ટ્રિટમેન્ટ લેવા માટે હોસ્પિટલમાં 4 દિવસ દાખલ થયા હતા. (તસવીર-સાભાર વીડિયો ગ્રેબ ટ્વીટર)

જે વાયરસે અમેરિકામાં 2 લાખથી વધુ લોકોના ભોગ લીધા છે તેનાથી ન ડરવાની સલાહ આપતી ટ્વીટ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. પોતાની ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું કે ખુબ સારું લાગે છે! કોવિડથી ડરો નહીં. તેને તમારા જીવન પર હાવી ન થવા દો.(તસવીર-રોયટર્સ)

અમેરિકી મીડિયા મુજબ ટ્રમ્પના ડૉક્ટરોએ કહ્યું છે કે હજુ પણ એ સ્પષ્ટ નથી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી બીજાને કોરોના સંક્રમણ ફેલાય છે કે નહીં. ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પહોંચ્યા બાદ દક્ષિણ પોર્ટિકોની આલિશાન બાલ્કનીમાં આવ્યા, પોતાનું માસ્ક હટાવ્યું અને મરીન વન દ્વારા રવાના થતા હેલિકોપ્ટર્સને સલામી આપી. (તસવીર-રોયટર્સ ટ્રમ્પ જ્યારે રવિવારે જોય રાઈડ પર નીકળ્યા)

એટલું જ નહીં વ્હાઈટ હાઉસમાં આવતાની સાથે જ તેઓ પોતાના ચૂંટણી અભિયાનમાં સક્રિય થઈ ગયા. નોંધનીય છે કે અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે. પોલ્સ મુજબ ટ્રમ્પ ડેમોક્રેટના જો બિડેનની પાછળ છે. તેઓ હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના માટે હાલાતને પહોંચ વળવું વધુ મુશ્કેલ બન્યું છે. (તસવીર-સાભાર- એએફપી ટ્વીટર)

વ્હાઈટ હાઉસમાં પાછા ફર્યા બાદ તેઓ થોડીવાર માટે એ બતાવવા માટે સામે આવ્યા કે શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે.  દરમિયાન તેમની અનેક ટ્વીટ પણ જોવા મળી. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે જલદી અભિયાન પર પાછો ફરીશ. અન્ય એક ટ્વીટમાં કહ્યું કે કોવિડથી ન ડરો. (તસવીર-સાભાર વીડિયો ગ્રેબ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટર એકાઉન્ટ)

હોસ્પિટલની એક બ્રિફિંગમાં રાષ્ટ્રપતિના ડૉક્ટર શીન કૉનલેએ કહ્યું કે ટ્રમ્પ 'પાછા' આવી ગયા છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તેઓ આગામી એક અઠવાડિયા સુધી 'સંપૂર્ણ રીતે જોખમમુક્ત નથી.' હજુ એ સ્પષ્ટ નથી કે વ્હાઈટ હાઉસની ભીડવાળી ગલીઓ અને નાની ઓફિસ સ્પેસમાં ટ્રમ્પ કેવી રીતે આરામથી ઘૂમી શકતા હશે. જો કે સતત નિગરાણી કરવા માટે તેમની પાસે એક મેડિકલ ટીમ છે. (તસવીર-સાભાર વીડિયો ગ્રેબ)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link