Corona second Wave: કોરોનાની બીજી લહેરે વધારી મુશ્કેલી, આ 10 વસ્તુ બચાવશે તમારો જીવ

Mon, 12 Apr 2021-3:17 pm,

જો તમે ઘરમાં રહીને બહારનું ભોજન ઓર્ડર કરી રહ્યાં છો તો તે ખતરાથી ખાલી નથી. આ પ્રકારના ઓર્ડરનું પેમેન્ટ ઓનલાઇન કરો. કેશ લેવડ-દેવડથી બચો અને ઓર્ડર લેતા પહેલા ગ્લવ્સ પહેરો.   

કોઈપણ વસ્તુને અડ્યા બાદ સાબુ કે સેનેટાઇઝરથી હાથ સાફ કરો. કોરોના વાયરસના લક્ષણ દેખાવા પર રૂમમાં રહો. પોતાના કપડા કે વાસણના સંપર્કમાં ઘરના અન્ય સભ્યને આવવા ન દો. 

જો તમે ઘરમાં પણ માસ્ક પહેરી રહો છો તો ધ્યાન રાખો તે તે ડિસઇન્ફેક્ટેડ હોવું જોઈએ. માસ્ક ખરાબ થવાની સ્થિતિમાં તેને કોઈ જગ્યાએ ફેકવા કરતા સળગાવી દો કે જમીનમાં દાટી દો.  

જો ઘરમાં કોઈ સભ્ય કોરોનાની ઝપેટમાં આવે તો બાળકો, વૃદ્ધો અને ગર્ભવતિ મહિલાઓને તેનાથી વધુ ખતરો છે. તેથી સંક્રમિતથી અંતર જાળવો. 

તમારા રૂમમાં ટોયલેટની સુવિધા હોવી જોઈએ અને ધ્યાન રાખો કે કોઈ બીજી વ્યક્તિ તે રૂમમાં પ્રવેશ ન કરે. બીજુ ટોયલેટ કે ઘરના દરવાજાના હેન્ડલને ટચ કર્યા બાદ તેને સેનેટાઇઝ કરો. 

જો ઘરનો કોઈ વ્યક્તિ કે અન્ય કોઈ તમારા રૂમમાં આવે છે તો તેની સાથે 3 મીટરનું અંતર બનાવી રાખો. ફેસ માસ્ક પહેરી સામેવાળા સાથે વાત કરો.   

ઘરમાં રહેવા સમયે પણ માસ્ક પહેરી રાખો. કોઈ સરફેસને અડતા પહેલા હાથમાં ગ્લવ્સ પહેરો. ગ્લવ્સ ઉતાર્યા બાદ હાથને સાબુથી સાફ કરો. 

ઘરમાં સ્વચ્છ જગ્યા પર તમે વધુ સુરક્ષિત છો. પરંતુ જો કોરોના વાયરસના લક્ષણ જોવા મળે તો તત્કાલ હેલ્પ લાઇન નંબર કે નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો. 

બીજી લોકોનો સંપર્ક કરવા કે કોઈ ખાસ મેસેજ આપવા માટે સોશિયલ નેટવર્કનો વધુ ઉપયોગ કરો. ઉધરસ કે છીંક ખાધા બાદ સાબુથી હાથ સાફ કરો. 

ફોન, રિમોટ કે ચાવી જેવી વસ્તુનો ઉપયોગ કર્યા બાદ તેને સેનેટાઇઝ કરો. વિજળીની સ્વીચ કે લિફ્ટની સ્વીચને પ્રેસ કરવા માટે સીધો હાથથી સંપર્ક કરવાનું ટાળો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link