કોરોના વાયરસ વચ્ચે અમદાવાદનો માહોલ બતાવતા 5 Photos જુઓ...
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા સુંદરનગર સોસાયટીમાં બાંકડા પર કોઈએ ન બેસવા અપીલ કરઈ છે. એટલું જ નહિ, બાંકડે બેસનાર અથવા બિનજરૂરી ફરનાર સામે પોલીસ ફરિયાદ કરાશે તેવી પણ સૂચના અપાઈ છે. જો કોઈ બાંકડે બેસે તો રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવશે.
વિશ્વના અનેક દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા બે દિવસથી દરેક વ્યક્તિ લોકડાઉનનું પાલન કરતો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આવા સમયે રોજમદારો અને મજુર વર્ગ પરિવાર માટે ગુજરાન ચલાવવાનું મુશ્કેલીભર્યું બન્યુ છે. માટે જ દરરોજ ખાવાપીવા માટે ક્યાં જાય તેનો પ્રશ્ન ઊભો થતાં પોલીસ તેમના માટે આશીર્વાદ રૂપ બની છે. કેટલાક લોકો આ ગંભીર પરિસ્થિતિને ટાળવા ચાલતા ચાલત હિજરત કરી પોતાના વતનમાં જઈ રહ્યા છે. આવા અનેક મજૂર વર્ગના લોકોને પોલીસ જરૂરિયાતની ચીજવસ્તુઓ અને કરિયાણું પૂરું પાડી રહી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવા કેટલાક પરિવારોને એક સપ્તાહ ચાલે તેટલું કરિયાણું સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. 2000 જેટલી જરૂરિયાત ચીજવસ્તુઓની કીટ બનાવીને મદદરૂપ થવા માટે સરાહનીય પ્રયાસ સોલા હાઇકોર્ટે પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે. જેને લઇ આ પરિવારો પોલીસને પણ આશીર્વાદ આપી રહ્યા છે. પોલીસ ગુનેગારો પાસેથી ભલે કામ લેતી હોય પરંતુ ગરીબોના બેલી બની મદદરૂપ થતો પોલીસનો ચહેરો શહેરીજનો માટે એટલું જ મહત્વનું છે.
સોસાયટીની બહાર લગાવેલ નો એન્ટ્રીનું બોર્ડ. અનેક સોસાયટીમાં આવા બોર્ડ લગાવવામાં આવ્યા છે, તો ક્યાંક સૂચનાઓ એન્ટ્રી ગેટ પર મૂકવામાં આવી છે.
ઈસ્ટ ઝોન એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગરીબ પરિવારો તથા રસ્તે રઝળતા લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.