Common Mask Mistakes: ભારે પડી શકે છે આ ભૂલો, કોરોનાથી બચવું હોય તો આટલી વાતોનું રાખો ધ્યાન

Thu, 15 Apr 2021-4:40 pm,

કેટલાક લોકો એવા છે જે માસ્ક પહેરે તો છે પરંતુ તેમને માસ્ક પહેરવાનું સાચું જ્ઞાન નથી. આજ કારણથી લોકો કંઈક એવી ભૂલો કરી દે છે જેનું પરિણામ એમને જ ભોગવવું પડે છે. માસ્ક પહેરતા સમયે કઈ 5 ભૂલો ભારે પડી શકે છે તે અમે તમને જણાવીશું.

તમે ગણી વખત લોકોને જોયા હશે કે તે માસ્ક પહેર્યા પછી માસ્કને વારંવાર અડ્યા કરે છે. ક્યારેક નાક પરથી તો ક્યારેક મોં પરથી માસ્કને સેટ કર્યા કરતા હોય છે આ સૌથી મોટી ભૂલ છે. માસ્કના બહારના ભાગ પર સંક્રમણના વાયરસ હોઈ શકે છે જેથી માસ્કને વારંવાર અડવું જોઈએ નહીં. માસ્કને વારંવાર ઉતારીને વારંવાર પહેરવું જોઈએ નહીં કેમકે માસ્કને ઉતારીને એવી જગ્યાએ મુકવામાં આવ્યું કે જ્યાં સંક્રમણ છે અને માસ્કને ફરી પહેરવાથી સંક્રમણ નાક અને મોંઢાના મારફતે શરીરમાં પ્રવેશ કરે છે.

કેટલાક લોકોને તમે જોયા હશે કે જે માસ્ક પહેરીને મોં તો ઢાંકી દે છે પણ તેમનું નાક ખુલ્લું રહે છે. અમેરિકાની CDC (CENTRE OF DISEASES CONTROL AND PREVENTION) ની માનીએ તો તમારે એવી રીતે માસ્ક પહેરવું જોઈએ જેનાથી તમારા નાકની સાથે મોં અને દાઢીનો ભાગ પણ ઢંકાયેલો રહે. માસ્ક એવું પહેરવું જોઈએ જે તમારા ચહેરા પર સારી રીતે ફીટ બેસતું હોય કોઈ પ્રકારની જગ્યા ન રહેવી જોઈએ. આ રીતે માસ્ક પહેરવામાં ન આવેતો સંક્રમણ થઈ શકે છે.

માસ્ક ઉતાર્યા બાદ કે પહેર્યા બાદ તમારે તમારા હાથ સાબુથી ધોવા જોઈએ અથવા તો સેનિટાઈઝ કરવા જોઈએ. હાથ ધોઈને માસ્કને અડવાથી કોઈ પણ જાતનો વાયરસ આપણા હાથ દ્વારા માસ્કને લાગતો નથી.

માત્ર માસ્ક પહેરવું જરૂરી નથી પણ સાફ સફાઈવાળું માસ્ક પહેરવું પણ જરૂરી છે. જો તમે એક વખત યુઝ કરીને ફેંકી દેવામાં આવતું ડિસ્પોઝેબલ માસ્ક યુઝ કરતા હોવ તો વાંધો નથી પરંતુ જો રિયૂઝવાળા માસ્ક પહેરતા હોવ તો માસ્કને ગરમ પાણીમાં ડિટર્જન્ટથી સારી રીતે સાફ કરી તડકામાં સુકવવું જોઈએ. ધોયા વગર વારંવાર માસ્ક પહેરવામાં આવે તો સંક્રમણનો ભય વધારે રહે છે.

ગરમીમાં પરેસાવાને કારણે લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી માસ્ક પરસેવાથી ભીનું થઈ જાય છે. જો માસ્ક ભીનું થઈ જાય તો તરત જ તેને બદલી નાખવું જોઈએ. WHOની પણ એજ સલાહ છે કે ભીનું માસ્ક તમને કોરોના સંક્રમણથી બચાવવા માટે અસરકારક નથી. તમારુ માસ્ક ત્રણ લેયરવાળું હોવું એ ખૂબ જરૂરી છે.

(નોંધ: કોઈ પણ ઉપાયને કરતા પહેલા હંમેશા વિશેષજ્ઞ કે તબીબની સલાહ લેવી. ZEE 24 કલાક આ જાણકારી માટે જવાબદારીનો દાવો નથી કરતું)

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link