Coronavirus: એક જગ્યા એવી જ્યાં જીવલેણ કોરોના પણ હાંફી જાય છે!...સંક્રમણનું જોખમ એકદમ ઓછું

Thu, 15 Apr 2021-10:46 am,

લંડન: શું કોરોના સંક્રમણથી ડરીને તમે સ્વિમિંગ પૂલમાં જવાથી ડરી રહ્યા છો? શું તમને એમ લાગે છે કે તમે સ્વિમિંગ પૂલમાં ઉતરશો અને બહાર નીકળશો તો તમે તમારી સાથે કોરોના લઈને આવશો? તો આ સમાચાર બિલકુલ તમારા માટે છે. વાત જાણે એમ છે કે બ્રિટનના રિસર્ચર્સે એક રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે કોરોના વાયરસ ક્લોરીનની એક નિશ્ચિત માત્રાવળા પાણીમાં સર્વાઈવ કરી શકતો જ નથી. 

લંડન બેસ્ડ એક્સપર્ટના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ ક્લોરીનવાળા પાણીમાં ફક્ત 30 સેકન્ડ જ સર્વાઈવ કરી શકે છે. તેનો અર્થ એ છે કે ક્લોરીન મિક્સ્ડ પાણીવાળા સ્વિમિંગ પૂલમાં ન્હાવું એ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ઈંગ્લેન્ડના વોટર બેબીઝ અને રોયલ લાઈફ સેવિંગ સોસાયટીએ મળીને આ અભ્યાસ હાથ ધર્યો હતો. 

રિસર્ચર્સે કહ્યું કે અમે વિશેષ લેબમાં આ વાતનું ટેસ્ટિંગ કર્યું અને જાણ્યું કે ક્લોરાઈડ વોટરમાં કોરોના વાયરસ સર્વાઈવ કરી ન શક્યો. અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે બ્રિટનમાં ખેલ કૂદની ગતિવિધિઓ શરૂ થઈ અને સ્વિમિંગ જેવી સ્પર્ધાઓ તરફ દેશ આગળ વધી રહ્યો છે. 

ડેઈલીમેઈલના અહેવાલ મુજબ પ્રોફેસર બાકર્લે અને તેમના સાથીઓએ જાણ્યું કે એક લીટર પાણીમાં 1.5 મિલીગ્રામ ક્લોરીન ભેળવવાથી પાણીમાં હાઈડ્રોજનનું સ્તર 7-7.2PH થઈ જાય છે. જેના કારણે કોરોના વાયરસની ક્ષમતા એક હજાર ગણી ઘટી જાય છે. તે પણ ફક્ત 30 સેકન્ડમાં. 

આ અભ્યાસના પરિણામો બહાર પાડનારા વિશેષજ્ઞોનું કહેવું છે કે જો સ્થાનિક પ્રશાસન ચોક્કસ પ્રમાણમાં ક્લોરીનનો ઉપયોગ કરે તો નિશ્ચિત રીતે તેનો ફાયદો મળી શકે છે. તેમણે આ સમચાાર શાનદાર ગણાવ્યાં અને કહ્યું કે તેનાથી જીવનના દરવાજા ખુલશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link