જાણો વેક્સીનનો કેટલો હશે ડોઝ, શું છે સાઈડ ઇફેક્ટ્સ અને કેટલા દિવસ રહે છે તેની અસર

Wed, 06 Jan 2021-4:45 pm,

Covid-19 વેક્સીન AstraZeneca એક વેક્સીન છે, જે કોરોના વાયરસથી બચવા માટે 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને આપવામાં આવશે. આ વેક્સીન કોરોનાના સંક્રમણમાં આવતા ખતરાને ઘટાડી વાયરસથી સુરક્ષા આપે છે.

વેક્સીન AstraZeneca શરીરને નેચરલ ડિફેન્સને સ્ટિમ્યુલેટ કરે છે, જેથી આપણું શરીર વાયરસની સામે આપણું પ્રોટેક્શન (એન્ટીબોડી) ઉત્પન્ન કરી શકે. આ વેક્સીનમાં સામેલ કોઈ પણ સામગ્રી Covid-19નું કારણ બની શકતી નહીં.

વેક્સીનને ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન દ્વારા શરીરમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. AstraZeneca વેક્સીન એક અધિકૃત ડૉક્ટર દ્વારા સંબંધિત વ્યક્તિના હાથના ઉપરના ભાગ (deltoid muscle) પર ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન તરીકે લગાવવામાં આવે છે. તેના માટે વેક્સીનના 0.5 મિલીના બે ઇન્જેક્શન લગાવવાના રહેશે. ડોક્ટર તમને જણાવશે કે પ્રથમ ડોઝ બાદ બીજા ડોઝ માટે ક્યારે આવવાનું છે. આમ તો પ્રથમ ઇન્જેક્શન બાદ બીજી ઇન્જેક્શન 4થી 12 સપ્તાહની વચ્ચે આપવામાં આવે છે.

પ્રારંભિક વિશ્લેષણોમાં આ સામે આવ્યું છે કે, AstraZeneca વેક્સીન લગાવનારમાં બીજા લોકોની સરખામણીમાં Covidના સંક્રમણમાં આવવાનો ખતરો ઓછા હતો. સંશોધન માટે સહભાગીઓના બે ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. એક ગ્રુપને વેક્સીન લગાવવામાં આવી જ્યારે બીજાને સામાન્ય ઉપચાર આપવામાં આવ્યો. જે લોકોને વેક્સીન લગાવવામાં આવી, તેમનામાં કોરોનાથી બચવાની સંભાવના વધારે જોવા મળી. એટલું જ નહીં કોરોનાના ખતરાથી વધતી બીમારીઓ જેમ કે સ્થુળતા, હૃદય વિકાર, શ્વાસની બીમારી અથવા ડાયાબિટિસથી પીડિત સહભાગીઓ પર વેક્સીન અસરકારક સાબિત થઈ છે.

AstraZeneca વેક્સીનના સૌથી સામાન્ય સાઈડ ઇફેક્ટમાં દુ:ખાવો, ગરમી લાગવી, લાલિમા, ખંજવાળ, સોજા અથવા ખાસકરીને ઇન્જેક્શન આપ્યાની જગ્યા પર બળતાર-ખંજવાળ થવી, અસ્વસ્થ અનુભવ કરવો, થાક, ઠંડી લાગવી અથવા તાવ, માથાનો દુ:ખાવો, ઉબકા આવવા, પગમાં દુ:ખાવો અથવા સ્નાયુઓમાં દુ:ખાવો વગેરે છે. જો કે, 10માંથી એક જ વ્યક્તિને સાઈડ ઇફેક્ટ થવાની સંભાવના છે. ક્લીનિકલ રિસર્ચમાં મળતા મોટાભાગના સાઈડ ઇફેક્ટ સામાન્ય હતા અને જલ્દી સ્વસ્થય પર થઈ ગયા હતા. જો કે, કેટલાક સહભાગીમાં આ વેક્સીનના એક અઠવાડિયા સુધી સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link