Coronavirus Fake News Alert: કોરોના વેક્સીન લગાવ્યાના 2 વર્ષની અંદર થઈ જશે મોત? જાણો આ દાવાનું સત્ય
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ (PIB) હાલમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક ઇમેજમાં કોવિડ-19 વેક્સીન વિશે કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યો છે. આ તસવીરમાં ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા Luc Montagnier નો અહેવાલ આપી આ દાવો કરવામાં આવ્યો છે કે, વેક્સીન લેનારા લોકોની બચવાની કોઈ સંભાવના નથી.
ભારત સરકારની પત્ર સૂચના કાર્યાલયએ આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. સરકારે કહ્યું છે કે કોવિડ-19 વેક્સીન સંપૂર્ણપણે સલામત છે. સરકારે લોકોને આગ્રહ કર્યો છે કે, તેઓ આ પ્રકારની અફવાઓથી દૂર રહે.
ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા Luc Montagnier નો અહેવાલ આપીને ફેક ઇ-મેઇલમાં જણાવ્યું છે કે કોરોના વેક્સીન લેનારાઓનું મૃત્યુ નિશ્ચિત છે. જે સંપૂર્ણ રીતે ખોટું અને ભ્રામક છે. ZEE News પણ આવી કોઇ અફવાઓથી દૂર રહેવાની સલાહ આપે છે.
દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડ 71 લાખને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં 3 લાખ 10 હજારથી વધુ લોકોના મોત (Coronavirus Death) થયા છે.
અમેરિકા અને બ્રાઝિલ (America and Brazil) બાદ ભારત ત્રીજો દેશ બન્યો છે જ્યાં કોવિડ-19 થી 3 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં 6 લાખ 4 હજાર 82 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બ્રાઝિલમાં 4 લાખ 49 હજાર 185 લોકોનાં મોત નીપજ્યાં છે.