દેશમાં મળ્યો કોરોનાનો Delta Plus Variant, જાણો કેટલો ખતરનાક છે આ વાયરસ?
ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta Plus Variant) ડેલ્ટા વેરિએન્ટનો મ્યૂટેશન છે. કોરોનાની બીજી લહેર દરમિયાન આ વાયરસની ઝપેટમાં આવેલા લોકો ડેલ્ટા વેરિએન્ટનો શિકાર બન્યા હતા. વૈજ્ઞાનિકો પ્રમાણે ડેલ્ટા વેરિએન્ટ મ્યૂટેટ થઈને ડેલ્ટા પ્લસ બની ગયો છે.
કોરોનાનું વારંવાર સ્વરૂપ બદલવું આ વાયરસને ખતરનાક બનાવી રહ્યો છે. એકવાર ફરી વાયરસના મ્યૂટેશને ચિંતા જરૂર વધારી છે પરંતુ જાણકારોનું કહેવું છે કે હજુ સુધી આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ચિંતાજનક વેરિએન્ટ બન્યો નથી. પરંતુ સરકાર તેના પર કામ કરી રહી છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, મ્યૂટેશન એક જૈવિક તથ્ય છે. આપણે બચાવની રીત અપનાવવી પડશે. આપણે તેને ફેલાવાનો અવસર મળવાથી રોકવો પડશે. એટલે કે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવુ જરૂરી છે. જો આપણે બેદરકારી દાખવી તો એકવાર ફરી મુશ્કેલી વધી શકે છે.
ડેલ્ટા પ્લસ વેરિએન્ટ B.1.617.2 સ્ટ્રેનના મ્યૂટેશનથી બન્યો છે. મ્યૂટેશનનું નામ K417N છે અને કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનમાં એટલે કે જૂના વેરિએન્ટમાં થોડો ફેરફાર થયો છે. આ કારણે નવો વેરિએન્ટ સામે આવ્યો છે. પરંતુ નીતિ આયોગ પ્રમાણે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ આ વર્ષે માર્ચથી આપણી વચ્ચે છે.
ભારતમાં બીજી લહેર દરમિયાન કહેર મચાવી ડેલ્ટા વેરિએન્ટ હવે વિશ્વમાં ફેલાયો છે. અત્યાર સુધી વિશ્વભરમાં વેરિએન્ટના 156 સેમ્પલ સામે આવ્યા છે. તેનું પ્રથમ સેમ્પલ માર્ચમાં યૂરોપમાં સામે આવ્યું હતું. ઘણા દેશો તેને ઈન્ડિયન વેરિએન્ટ પણ કહી રહ્યાં છે. ડેલ્ટાએ ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ભારે તબાહી મચાવી છે.