Corona ના કારણે છાતીમાં દુ:ખાવો અને શ્વાસની સમસ્યા વધી રહી છે, આ લક્ષણો પર ખાસ ધ્યાન આપો
મોટાભાગના કોરોના સંક્રમિતોને તાવ આવે છે. સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફની સાથે જો તાવ પણ આવે તો તે સંક્રમણનો એક મજબૂત સંકેત છે. એક સ્ટડીમાં લગભગ 40 ટકા કોરોના સંક્રમિત દર્દીઓએ શ્વાસમાં તકલીફની વાત કરી છે. આવામાં જો દર્દીનો ઓક્સિજન લેવલ 94થી નીચે જાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને જરૂર પડ્યે ઓક્સિજન સપોર્ટ લેવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.
આ વાયરસ આપણા શરીરના ભાગોમાં ખરાબ અસર નાખે છે. જેના કારણે બ્લડ ઈન્ફેક્શન પણ થઈ શકે છે કારણ કે કોવિડ-19 શરીરમાં રક્ત પ્રવાહ દ્વારા જ ફેલાય છે. જેના કારણે પલ્મોનરી એમ્બોલિઝમ થઈ શકે છે. એટલે કે બ્લડ ક્લોટ તૂટીને ફેફસામાં ફેલાઈ જાય છે. જેનાથી દર્દીને છાતીમાં દુ:ખાવો થાય છે અને ફેફસામાં લોહીના સપ્લાયમાં સમસ્યા ઊભી થાય છે.
એવા દર્દીઓ જે પહેલેથી જ કાર્ડિયાક ડિસિઝ કે કોરોનરી આર્ટરી ડિસિઝ સામે ઝઝૂમી રહ્યા છે તેમણે પોતાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કોરોના સંક્રમણ કોઈ પણ જૂની બીમારીને ટ્રિગર કરી શકે છે અને માયોકાર્ડાઈટિસ, માઈલ્ઝિયા સહિત અને સમસ્યાઓનું કારણ બની શકે છે.
કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં ફેફસા સંબંધિત સમસ્યા વધુ જોવા મળી રહી છે. જેના પગલે આ વખતે ડોક્ટર ચેસ્ટ એક્સરે કે સીટી સ્કેન કરાવવાની સલાહ વધુ આપી રહ્યા છે. જેથી કરીને ફેફસામાં ઈન્ફેક્શનનું લેવલ જાણીને યોગ્ય સારવાર કરી શકાય.
કોવિડ-19થી સંક્રમિત અનેક દર્દીઓમાં ન્યૂમોનિયા થવાના કેસ સામે આવ્યા છે. તે ખુબ જ ગંભીર હોય છે અને તેમાં છાતીમાં ફ્લૂઈડ વધવા લાગે છે. જેનાથી દર્દીને રાતે વધુ મુશ્કેલી થાય છે.
અનેક કોરોના સંક્રમિત દર્દીઓને સૂકી ઉધરસ પણ થાય છે. તે પણ રેસ્પિરેટરી સિસ્ટમને પ્રભાવિત કરે છે. આથી આ લક્ષણ સામે આવતા જ ડોક્ટરનો સંપર્ક કરો કારણ કે તે ગંભીર થતા પાંસળીઓ અને છાતીના પોલાણ પાસે માંસપેશીઓ તૂટવાનું જોખમ રહે છે.
સંક્રમણના કારણે છાતીમાં દુખાવાનું કારણ અપર રેસ્પિટરેટરી ટ્રેકમાં ઈન્ફેક્શન્સ હોઈ શકે છે. આવું થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. દર્દીને છાતીમાં દુખાવાની સાથે બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે.
કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓની છાતીમાં દુખાવો થવો ખુબ સામાન્ય લક્ષણ છે. માઈલ્ડ કેસોમાં પણ તે લક્ષણ સામાન્ય છે. ડોક્ટરોનું કહેવું છે કે તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે. આથી તેને અવગણો નહીં.